SURAT

ટિકિટની ફાળવણીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને કેટલી ધ્યાને લીધી તે બાબત ઘણી રસપ્રદ છે.

સુરત : સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્યપક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, તેમાંથી કોણ ચૂંટાઇને સુરત મનપના સામાન્યસભાના હોલમાં બેસશે તે તો સમય જ કહેશે પરંતુ આ બન્ને પક્ષે ટિકિટની ફાળવણીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને કેટલી ધ્યાને લીધી છે, તે બાબત ઘણી રસપ્રદ છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવી ચર્ચા કાયમ જ થતી રહે છે કે સામાન્ય પટ્ટાવાળાથી કલાર્ક સુધીની નોકરી માટે ચોકકસ શૈક્ષણિક લાયકાત નકકી કરાઇ છે.

સામાન્ય રીતે કોઇ પણ જગ્યાએ કામ માટે જનાર વ્યક્તિને એક સવાલ જરૂર પુછાતો કે કેટલી ચોપડી ભણ્યો તેનો મતલબ એ થતો કે કેટલા ધોરણ ભણ્યો, પરંતુ રાજકારણમાં અભણને પણ ઉંચામાં ઉંચા પદે બેસાડવામાં કોઇ છોછ નથી હોતો. જો કે સુરત જેવા વિશ્વકક્ષાના સ્માર્ટ શહેરની કરુણતા એ છે કે આ શહેરનો વહીવટ સંભાળનારા 120 નગર સેવકોની સ્પર્ધામાં 65 ઉમેદવારો એવા છે જે 10 પાસ પણ નથી.

ભાજપના ઉમેદવારો પર નજર કરીએ તો ભાજપે 31 એવા ઉમેદવારને ટિકિટ આપી છે જે 10 પાસ પણ નથી, જ્યારે કોંગ્રેસે આવા 34 ઉમેદવારોને ટિકિટ આપી છે. ઉપરાંત 10 પાસ હોય તેવા ભાજપના 26 અને કોંગ્રેસના 27 ઉમેદવારો છે. જ્યારે 12 પાસ કરીને અભ્યાસમાં પર્ણવિરામ મુકી દેનારા અને હવે કોર્પોરેટર બનવા થનગની રહેલા હોય તેવા ભાજપના 15 અને કોંગ્રેસના 19 ઉમેદવારો છે.

જો કે ભાજપે 17 ગ્રેજ્યુએટ, 12 વકીલ, ચાર બીએડ, 3 એન્જિનિયર અને ત્રણ ડોકટરોને ટીકીટ આપી છે. તો કોંગ્રેસે 8 ગ્રેજ્યુએટ, 12 વકીલ, 6 બીએડ, 2 એન્જિનિયરને ટીકીટ આપી છે. ભાજપના એક ઉમેદવારો તો પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. આમ બન્ને પક્ષોએ ઓછુ ભણેલા અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારને ટીકીટ આપવામાં પણ જાણે બરાબરની સ્પર્ધા કરી હોય તેવું ચિત્ર દેખાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top