National

લોકસભા સ્પીકર ઓમ બિરલા આ કારણે થયા ચિંતીત, દિલ્હી પોલીસ કમિશનર સાથે કરી બેઠક

નવી દિલ્હી: હૈદરાબાદના (Hyderabad) સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના (AIMIM) વડા અસદુદ્દીન ઓવૈસીના (Asaduddin Owaisi) દિલ્હીના ઘર પર થોડા સમય પહેલા હુમલો થયો હતો. ત્યારે આ હુમલા સંબંધિત ઘટના પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ (Om Birla) ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ઓમ બિરલાએ ઓવૈસી સાથે મુલાકાત કરી કાર્યવાહીની ખાતરી આપી હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના હાઈ સિક્યોરિટી ઝોનની સામે અને દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની નજીક બની હોવાથી સ્પીકરે દિલ્હી પોલીસ કમિશનરને બોલાવ્યા હતા. ઓવૈસીને શંકા છે કે કટ્ટરપંથી અધિકાર સાથે જોડાયેલી એક સંગઠિત ગેંગ સક્રિય છે, જે તેમને સતત ધમકીઓ આપી રહી છે. તેમજ તેમણે જ ઓવેસીના ઘરે હુમલો કરાવ્યો હતો. અસલમાં થોડા સમય પહેલા અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘરની નેમ પ્લેટ ઉપર અજાણ્યાઓએ કાળી શાહી ફેંકી હતી, ત્યારે આ હુમલાથી પરેશાન થઇ ઓવૈસીએ એક વીડિયો પણ શેર કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
ગુરુવારે 27 જૂન 2024ની રાત્રે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમણે કહ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના ઘર પર કાળી શાહી ફેંકી હતી. જેનો તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

AIMIMના વડાએ ટ્વિટર પર લખ્યું હતું કે, “આજે કેટલાક “અજાણ્યા બદમાશો”એ મારા ઘર પર કાળી શાહી ફેંકી છે. હવે મારા દિલ્હીના ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું તેની ગણતરી હું ભુલી ચૂક્યો છું. જ્યારે મેં દિલ્હી પોલીસ અધિકારીઓને પૂછ્યું કે તેમની નાક નીચે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? ત્યારે તેઓએ પોતાની લાચારી વ્યક્ત કરી હતી.

ગાઝા પર ઈઝરાયેલના હુમલા પર ઓવૈસીએ કહ્યું…
ઓવૈસીએ કહ્યું કે કોઈએ તેમના ઘરે ઈઝરાયેલનો ધ્વજ લગાવ્યો હતો. આ તેમની યહૂદી વિચારધારાને છતી કરે છે. ઓવૈસીએ કહ્યું કે યહૂદીઓએ ગાઝામાં 40 હજાર લોકોની હત્યા કરી છે અને 12 લાખ લોકોને બેઘર બનાવ્યા છે. જણાવી દઈએ કે ઈઝરાયેલ એક યહૂદી દેશ છે અને 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ હુમલાનું વલણ અપનાવી રહ્યું છે.

પીએમ મોદી પર આરોપ લગાવ્યો
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ઘર પર થયેલા હુમલાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શુક્રવારે 28 જૂન 2024ના રોજ કહ્યું હતું કે મારા ઘરે 10 થી 15 વખત આવી ઘટનાઓ બની છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને કટ્ટરપંથી બનાવી દીધા છે. ઓવૈસીએ કહ્યું કે અમારું ઘર દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પાસે છે. પોલીસ કંઈ જ કરતી નથી. તે ખૂબ જ વાંધાજનક છે. અમે આશા રાખીએ છીએ કે DGCA આ મામલાને ધ્યાને લેશે.

Most Popular

To Top