જાન્યુઆરીના અંતમાં નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ ધડાકો થયો હતો એની પાછળ ઇરાનનો હાથ હતો. ઈરાને ભારત સાથે તેની દુશ્મની કાઢવા માટે ચતુરાઈથી ભારતના સ્થાનિક મોડ્યુલોનો આશરો લીધો હતો. ઇઝરાયલી દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં સામેલ એનઆઈએ અને ઇઝરાઇલની ગુપ્તચર એજન્સી મોસાદે પુરાવાના આધારે આ માહિતી મેળવી હતી.
ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓને પત્ર મળ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે આ હુમલો ઈરાની બે નાગરિકોની હત્યાનો બદલો લેવા હતો. ત્યારબાદથી તપાસ એજન્સીઓએ બોમ્બ વિસ્ફોટની તપાસ અનેક ખૂણેથી શરૂ કરી હતી. આ વાતનો ખુલાસો થયો હતો કે બોમ્બમારો ઈરાનની કુડ્સ ફોર્સ દ્વારા કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ ધડાકા પાછળ ઇરાની કુડ્સ ફોર્સ હતી, પરંતુ બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલ દ્વારા લગાવ્યો હતો, એટલું જ નહીં આવા પુરાવાઓને જાણી જોઈને પાછળ છોડી દેવાયા હતા. જેસ-ઉલ-હિંદ નામની એક અજ્ઞાત સંસ્થાએ પણ આ જ યોજના હેઠળ એમ્બેસીની બહાર થયેલા ધડાકાની જવાબદારી સ્વીકારી હતી. જો કે, હવે આતંકવાદ વિરોધી એજન્સીઓએ પુષ્ટિ આપી છે કે ઇઝરાઇલની વિરુદ્ધ ઈરાનની કુડ્સ ફોર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
નામ ન આપવાની શરતે, તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે બોમ્બ વધારે તીવ્રતાનો ન હતો, તેનો આશય લોકોને નુકસાન પહોંચાડવાનો ન હતો. એવું પણ બની શકે કે ઈરાન કદાચ ભારત સાથેના સંબંધોમાં તણાવ આવવાં દેવા માગતું ન હતું, પરંતુ સંદેશ સ્પષ્ટ હતો અને ધમકી અસલી હતી.
29 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર ઓછા-તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ વિસ્ફોટ રીમોટ કંટ્રોલ ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યો હતો.