World

બેરૂત પર ફરી ઇઝરાયેલી હમલો

હિઝબુલ્લાહના 2 સભ્યો ઝડપાયા, યુદ્ધે લીધો ખતરનાક વળાંક

લેબનનની રાજધાની બેરૂતમાં સોમવારે ફરીથી તણાવભર્યું વાતાવરણ સર્જાયું જ્યારે Israeli Army દ્વારા દક્ષિણ બેરૂતના હિઝબુલ્લાહના ગઢ વિસ્તારો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓ વચ્ચે ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે દક્ષિણ લેબનનમાં Hezbollahના બે સભ્યોને ઝડપી લીધા છે. તેમને પૂછપરછ માટે ઇઝરાયેલી વિસ્તારમાં લઈ જવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, હુમલાથી થોડા સમય પહેલા ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા ચેતવણી આપી હતી. હુમલાના વિઝ્યુઅલ્સમાં શહેરના આકાશમાં ધુમાડાના ગોટાળા જોવા મળ્યા હતા. લેબનનની ન્યૂઝ એજન્સીએ પણ એકથી વધુ હવાઈ હુમલાઓની પુષ્ટિ કરી છે. આ પહેલા બેરૂત નજીકના Hazmieh વિસ્તારમાં પણ ઇઝરાયેલી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિના મોતની માહિતી મળી છે. ઇઝરાયલનું કહેવું છે કે આ હુમલામાં Islamic Revolutionary Guard Corpsની કૂડ્સ ફોર્સ સાથે જોડાયેલા એક આતંકવાદીને નિશાન બનાવવામાં આવ્યો હતો.

માહિતી મુજબ, દક્ષિણ લેબનનમાં ઇઝરાયેલી સેનાએ હથિયારો શોધવાની કામગીરી દરમિયાન હિઝબુલ્લાહની રદવાન ફોર્સના કેટલાક સશસ્ત્ર સભ્યોને ઓળખ્યા હતા, જે એન્ટી-ટેન્ક મિસાઈલ હુમલાની તૈયારીમાં હતા. સેનાના જણાવ્યા મુજબ, આ સભ્યોએ બાદમાં આત્મસમર્પણ કર્યું અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. બીજી તરફ, હિઝબુલ્લાહે પણ જવાબી કાર્યવાહી તેજ કરી છે. સંગઠન દ્વારા ઉત્તર ઇઝરાયલ અને દક્ષિણ લેબનનમાં 50થી વધુ હુમલાઓ સરહદી શહેર Naqoura નજીક કરવાનો દાવો કરવામાં આવ્યો છે.


આ સમગ્ર સંઘર્ષની વચ્ચે United Nations Interim Force in Lebanon (UNIFIL)એ જણાવ્યું છે કે તેમના મુખ્યાલય પર પણ પ્રોજેક્ટાઈલથી હુમલો થયો હતો, જે સંભવતઃ કોઈ નોન-સ્ટેટ એક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. યાદ રહે કે આ તણાવ 2 માર્ચથી વધ્યો છે, જ્યારે હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રૉકેટ હુમલાઓ શરૂ કર્યા હતા. ત્યારબાદથી ઇઝરાયલે લેબનનમાં વ્યાપક હવાઈ અને જમીની હુમલાઓ કર્યા છે, જેમાં અત્યાર સુધી 1000થી વધુ લોકોનાં મોત થયાની માહિતી છે. લેબનનના પ્રધાનમંત્રી Nawaf Salamએ પણ કહ્યું છે કે ઇરાનની રેવોલ્યુશનરી ગાર્ડ્સ લેબનનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી સંભાળી રહી છે. હાલની પરિસ્થિતિએ સમગ્ર મધ્યપૂર્વમાં તણાવને વધુ ગંભીર બનાવી દીધી છે.

Most Popular

To Top