World

ઈઝરાયેલની બેરૂતમાં એર સ્ટ્રાઇક, હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર ઠાર

નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) એક તરફ હમાસ અને બીજી તરફ હિઝબુલ્લાહ (Hezbollah) સાથે યુદ્ધ (War) લડી રહ્યું છે. ત્યારે આ યુદ્ધો વચ્ચે ઇઝરાયેલે અગાઉના હિઝબુલ્લાહના હુમલામાં માર્યા ગયેલા 12 ઇઝરાયેલી બાળકોની હત્યાના બદલો લીધો હતો. તેમજ ઇઝરાયેલની સેનાએ મંગળવારે લેબનોનની રાજધાની બેરૂતમાં કરેલા હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડોપ કમાન્ડર ઠાર માર્યો હતો.

હુમલા બાદ ઇઝરાયેલની સેનાએ કહ્યું હતુ કે ગોલાન હાઇટ્સમાં થયેલા હુમલા માટે હિઝબુલ્લા કમાન્ડર જવાબદાર હતો, જેમાં 12 ઇઝરાયેલી બાળકો માર્યા ગયા હતા. ઇઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે નિશાન હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફુઆદ શુકુર હતા. આ સાથે લેબનોનમાં કાર્યરત આતંકી સંગઠન હિઝબુલ્લાહ સાથે ઈઝરાયેલનો તણાવ વધી ગયો છે.

‘હિઝબુલ્લાહે હદ વટાવી’
ઈઝરાયેલે મજદલ શમ્સ શહેરમાં શનિવારના રોકેટ હુમલા માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે આતંકી સંગઠને હુમલામાં પોતાની ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટે મંગળવારના હુમલા બાદ તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતુ કે, “હિઝબુલ્લાએ પોતાની હદ વટાવી દીધી છે.”

ઈઝરાયેલે હિઝબુલ્લાહના ગઢ પર હુમલો કર્યો
લેબનોનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. તેમજ એજન્સીના જણાવ્યા અનુસાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ બ્લાસ્ટ સ્થળની નજીક આવેલી બહ્મન હોસ્પિટલે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી.

ભારતે એડવાઈઝરી જારી કરી છે
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ભારતે લેબનોનમાં ભારતીયો માટે સાવચેતી રાખવા અને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે. તેમજ એમ્બેસીએ લેબનોનમાં ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી ફોન નંબર અને ઈમેલ આઈડી જારી કર્યા હતા.

ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું કે લેબનોનમાં તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લેબનોનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને જેઓ લેબનોનની મુસાફરી કરવાના છે તેઓને સાવચેતી રાખવા અને તેમના ઈમેલ આઈડી cons.beirut@mea. gov.in નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 દ્વારા બેરૂતમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે.

Most Popular

To Top