નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર યુદ્ધ (War) શરૂ થયું છે. બંને પક્ષો સતત એકબીજા પર હુમલો (Attack) કરી રહ્યા છે. તેમજ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હમાસના 15000થી વધુ લોકોના મોત (Death) થયા છે. ત્યારે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આજે મંગળવારે તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્ય કાર્યાલયમાં યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં ઘણા અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઈઝરાયેલના પીએમ કાર્યાલયે આ બેઠકની માહિતી પોસ્ટ કરી હતી. તેમજ સોમવારે નેતન્યાહૂએ હમાસ સામેના યુદ્ધ વચ્ચે પોતાના સલાહકારો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તેમજ હાલની સૈન્ય પ્રવૃત્તિ અને તેમના એક્શનનું અવલોકન કર્યુ હતું. તેમજ દક્ષિણ ગાઝા ઉપરના ગ્રાઉન્ડ ઓપરેશનની અપડેટ લીધી હતી. તેમજ અન્ય જરૂરી નિર્ણયો લીધા હતાં. આ સાથે જ યમનના હુતિઓ દ્વારા હોસ્ટેજ બનાવાયેલા જહાજનું પણ ચિંતન કર્યું હતુ.
આ બેઠકમાં ઇઝરાયેલના વડા પ્રધાન સાથે IDF ચીફ ઑફ સ્ટાફ, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા, મોસાદના વડા અને શિન બેટના વડા તેમજ કેબિનેટ સભ્યો સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ અને પ્રધાન બેની ગેન્ટ્ઝ જોડાયા હતા. જેમાં ઇઝરાયેલ દક્ષિણ ગાઝા પર હવાઈ બોમ્બ મારો વધારવાના વિષયમાં ચર્ચા કરી હતી.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ બાદ ઉત્તરી ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યા બાદ ઈઝરાયેલી સેનાએ હવે ગાઝા પટ્ટીના મુખ્ય દક્ષિણી શહેરના 12થી વધુ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. આ વિસ્તારોમાં પણ ઇઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશનના કારણે લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
ઈઝરાયેલે પોતાના ગ્રાઉન્ડ ઓપરેશનનો વ્યાપ વધારવાની સાથે જ 7 ઓક્ટોબરે બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિ માટે હમાસ પર દબાણ વધાર્યું છે. ઉત્તર ગાઝાના હુમલા બાદ ઇઝરાયેલ દક્ષિણ તરફ વળ્યું છે. ત્યારે હાલ ઉત્તરના શહેરોમાંથી ભાગી ગયેલા અને દક્ષિણમાં આશરો લેનારા લોકો પણ કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે ઈઝરાયેલ અને પડોશી દેશ ઈજિપ્તે શરણાર્થીઓને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
ઇઝરાયેલી સૈન્યએ સોમવારે એક નકશો પોસ્ટ કર્યો હતો જેમાં ખાન યુનિસ શહેરનો એક ક્વાર્ટર પીળો રંગ હતો. તેમણે આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. નકશામાં દક્ષિણ અને પશ્ચિમ તરફ નિર્દેશ કરતા ત્રણ તીરો હતા જે લોકોને ભૂમધ્ય સમુદ્ર અને ઇજિપ્તની સરહદ તરફ આગળ વધવાનું સૂચવે છે.
આ સાથે જ બેન્જામિન નેતન્યાહુએ લાલ સમુદ્રમાં અમેરિકન યુદ્ધ જહાજો ઉપરના હમાસના હુમલાની ચર્ચા કરી હતી. તેમજ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને જણાવ્યું હતું કે યમનના હુતિ બળવાખોરોએ બે જહાજો પર હુમલો કર્યો હતો. જેઓનું માનવું છે કે તે ઇઝરાયેલના છે. પરંતુ હુતિ બળવાખોરોએ યુએસ નેવીના જહાજને નિશાન બનાવવાની વાત સ્વીકારી ન હતી.