મુંબઇ: ટીવી સીરિયલ (TV Serial) ‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યરે આજે 26 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા છે. અભિનેત્રીએ તેણીના લાંબા સમયના બોયફ્રેન્ડ રૂદ્રયશ જોશી સાથે લગ્ન કર્યા છે. નેહા લક્ષ્મી અય્યર અને રૂદ્રયશ જોશીએ મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેમજ બંનેના લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.
તાજેતરમાં નેહા લક્ષ્મીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સ સાથે તેના લગ્નની કેટલીક ઝલક શેર કરી છે. જેમાં તેણી દુલ્હનના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ તસવીરો શેર કરતા જ તસવીરો વાઇરલ થઇ છે. જણઅવી દઇયે કે અભિનેત્રીએ ઇશ્કબાઝ સીરીયલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણી આ સિરીયલમાં વેમ્પના રોલમાં જોવા મળી હતી.
મરાઠી લુકમાં વર અને વધૂ ખૂબ જ સુંદર દેખાયા
અભિનેત્રીના બ્રાઈડલ લૂકની વાત કરીએ તો નેહાએ લગ્ન દરમિયાન લાલ રંગની નૌવરી સાડી પહેરી હતી. આ સાથે તેણીએ લાલ બંગડીઓ પહેરી હતી. તેમજ હેવી હેડ સ્કાર્ફ અને નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણીએ ગજરા સાથે આકર્ષક વાળનો બન પહેર્યો હતો. તેમજ તેણીનો આ મરાઠી બ્રાઈડલ લૂક ખૂબ જ ચર્ચામાં છે. આ સિવાય જયમાલા દરમિયાન અભિનેત્રીએ બ્લુ કલરની સિલ્ક સાડી પહેરી હતી. અભિનેત્રી બંને લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વરરાજાના લુકની વાત કરીએ તો રુદ્રયશે તેના લગ્નમાં લાલ કુર્તા અને સફેદ ધોતી પહેરી હતી. નેહા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
નેહા લક્ષ્મી રહી છે ટોલિવૂડનો હિસ્સો
જણાવી દઈએ કે ‘ઈશ્કબાઝ’ સિવાય નેહાએ ‘કબૂલ હૈ’, ‘ના આના ઈસ દેસ લાદો’, ‘ક્રિષ્ના બેન ખાખરાવાલા’, ‘મુઝસે કુછ કહેતે હૈ…યે ખામોશિયાં’, ‘સસુરાલ સિમર કા’ સીરિયલમાં પણ એક્ટિંગ કરી છે. આ સાથે જ તેણી ‘ભલ્લા કૉલિંગ ભલ્લા’ અને ‘દિલ બોલે ઓબેરોય’ જેવા ઘણા શોમાં જોવા મળી છે. જો કે અભિનેત્રીને વધુ પ્રસિદ્ધિ શો ‘કુબૂલ હૈ’ થી મળી હતી. તેણીએ આ શોમાં કરણ સિંહ ગ્રોવરની નાની બહેનની ભૂમિકા ભજવી હતી.