World

રોકડની તંગીવાળા પાકિસ્તાનને ચીન, સાઉદી વધારાના 13 અબજ ડોલર આપશે

ઈસ્લામાબાદ: નાણામંત્રી ઇશાક ડારે (Ishaq Dare) જણાવ્યું છે કે, રોકડની તંગીવાળા (Cash shortage) પાકિસ્તાને (Pakestan) તેના પરંપરાગત સાથી ચીન અને સાઉદી અરેબિયા પાસેથી આશરે 13 બિલિયન ડોલરની વધારાની નાણાકીય સહાય મેળવી છે. સરકાર દેશના નબળા (weak) અર્થતંત્રને (Economy) સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.ડારે જણાવ્યું હતું કે, નવી નાણાકીય સહાય હેઠળ પાકિસ્તાનને લગભગ 20 બિલિયન ડોલરના રોકાણની ખાતરી સાથે ચીન પાસેથી લગભગ 9 બિલિયન ડોલર અને સાઉદી પાસેથી 4 બિલિયન ડોલર મળશે. એમ ડૉન અખબારે અહેવાલ આપ્યો છે.

નાણાકીય સહાયની સુરક્ષાનું વચન આપ્યું હતું
નાણામંત્રીએ કહ્યું હતું કે વડા પ્રધાન શેહબાઝ શરીફની બેઇજિંગની તાજેતરની મુલાકાત દરમિયાન ચીનના નેતૃત્વએ 4 બિલિયન યુએસ ડોલરની સાર્વભૌમ લોન, 3.3 બિલિયન યુએસ ડોલરની કોમર્શિયલ બેંક લોનનું પુનર્ધિરાણ અને લગભગ 1.45 બિલિયન યુએસ ડોલર – 30 બિલિયન યુઆનથી 40 બિલિયન યુઆન સુધી ચલણ સ્વેપ વધારવાનું વચન આપ્યું હતું. કુલ 8.75 બિલિયન ડોલર પર કામ કરવામાં આવ્યું છે.તાજેતરમાં તેમના પુરોગામી મિફતાહ ઇસ્માઇલ પાસેથી પાકિસ્તાનના નવા નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર ડારે કહ્યું હતું કે, ”તેઓએ નાણાકીય સહાયની સુરક્ષાનું વચન આપ્યું હતું.”
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને શરીફને કહેતા ટાંક્યા હતા કે, ”તમે ચિંતા કરશો નહીં, અમે તમને નિરાશ કરીશું નહીં.”

Most Popular

To Top