Entertainment

શું સોનાક્ષી સિંહા ગર્ભવતી છે, પતિ ઝહીરે બેબી બમ્પ પર હાથ મૂકી ઈશારો આપ્યો!!

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી અને પતિ ઝહીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પતિ ઝહીર ઇકબાલે એક ઇવેન્ટ દરમિયાન એવો ઈશારો કર્યો કે લોકો વચ્ચે ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

બોલીવુડના સ્ટાર કપલ સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ લગ્ન બાદ સતત ચર્ચામાં રહ્યા છે. હાલમાં ફરી એક વાર પતિ- પત્ની બંને ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી સોનાક્ષીની પ્રેગ્નન્સીની અટકળો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.

ઘટના એવી છે કે સોનાક્ષી અને ઝહીર તાજેતરમાં એક પાર્ટીમાં પહોંચ્યા હતા. અભિનેત્રીએ આ પ્રસંગે ઢીલો અનારકલી ડ્રેસ પહેર્યો હતો અને દુપટ્ટાથી પોતાનું પેટ ઢાંકી રાખ્યું હતું. તે દરમિયાન મીડિયા માટે પોઝ આપતી વખતે ઝહીરે અચાનક મજાકમાં સોનાક્ષીના પેટ પર હાથ રાખ્યો. આ દૃશ્ય જોયા બાદ ફેન્સ વચ્ચે અટકળો શરૂ થઈ ગઈ કે અભિનેત્રી ગર્ભવતી છે.

ઝહીરનો આ હાવભાવ જોઈ સોનાક્ષી ચોંકી ગઈ અને હસતાં હસતાં પતિને મારવા લાગી હતી. જોકે આ બાદ સોનાક્ષીએ સ્પષ્ટ રીતે કહ્યું કે તે માત્ર મજાક કરી રહ્યો હતો પણ સોશિયલ મીડિયામાં લોકોએ આ ક્ષણને અલગ રીતે લઈ લીધી. કેટલાકે ઝહીરની મજાકને ‘ઈશારો’ ગણાવ્યો. તો કેટલાકે બંનેના ફન મોમેન્ટ તરીકે જોયું.

થોડા દિવસ પહેલાં પણ સોનાક્ષી એક ઇવેન્ટમાં ઢીલા કપડાં પહેરીને દેખાઈ હતી. જે બાદથી પ્રેગ્નન્સીની અફવાઓ વધુ તીવ્ર થઈ હતી. પરંતુ સોનાક્ષી હંમેશા આ પ્રકારની ચર્ચાઓને હળવી રીતે લે છે અને મજાકમાં ફગાવી દે છે.

ઝહીર ઇકબાલે પત્રકારોને કહ્યું કે તેઓ માત્ર મજાકમાં પોઝ આપી રહ્યા હતા. કોઈ પણ ગંભીર અર્થ નહીં હતો. તેનાં છતાં પણ સોશિયલ મીડિયામાં બંનેનો વીડિયો વાયરલ થઈ ગયો છે અને ફેન્સ તેમની વચ્ચેની કેમિસ્ટ્રીની પ્રશંસા કરી રહ્યા છે.

હાલ સુધી સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે પ્રેગ્નન્સીની અફવાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ બંનેનો આ મજાકિય પળ બોલીવુડમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top