National

વાણી સ્વતંત્રતા ધરાવતા દેશમાં સવાલો પૂછવા ગુનો? મોદીના પોસ્ટર લગાવવા બદલ 17 FIR 15 ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે (DELHI POLICE) કોરોના (CORONA) વિરુદ્ધ રસીકરણ અભિયાન (VACCINATION CAMPAIGN) મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ના ટીકા કરનારા પોસ્ટરો ચોંટાડવા બદલ 17 એફઆઈઆર (FIR) નોંધી 15 લોકોની ધરપકડ કરી છે. એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

પોસ્ટર (POSTER)માં લખ્યું હતું કે, મોદીજી હમારે બચ્ચો કી રસી વિદેશ કયુ ભેજ દીયા (વડાપ્રધાન તમે અમારા બાળકોની રસી કેમ વિદેશ મોકલી દીધી?) આ પ્રકારના પોસ્ટર શહેરના વિવિધ ભાગોમાં ચોંટાડવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુરુવારે પોલીસને પોસ્ટરો વિશે માહિતી મળી હતી જેના પગલે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ વધુ ફરિયાદોના આધારે અલગ અલગ કલમો હેઠળ 17 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જો આ મામલે વધુ ફરિયાદો આવશે તો વધુ એફઆઈઆર નોંધાય તેવી સંભાવના છે. હાલમાં, શહેરભરમાં વિવિધ સ્થળોએ કોના દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે દાવો કર્યો હતો કે, આ પોસ્ટરો લગાવવા માટે 500 રૂપિયા આપવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, શાહદ્રામાં બીજો એક કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં પોલીસે આ બનાવના સીસીટીવી ફૂટેજ (CCTV FOOTAGE) મેળવ્યા છે અને આ કૃત્યમાં સામેલ વ્યક્તિને પકડવાની કોશિશ કરી રહી છે.

Most Popular

To Top