કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતમાં માઓવાદ (ડાબેરી ઉગ્રવાદ- એલડબ્લ્યુઈ)ને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક આક્રમક, બહુપક્ષીય વ્યૂહરચનાનું નેતૃત્વ કર્યું છે અને તેના સંપૂર્ણ નિવારણ માટે ૩૧ માર્ચ, 2026ની પાકી સમયમર્યાદા નક્કી કરી છે. તેમનો અભિગમ ‘શરણાગતિ અથવા ખાત્મા’ની નીતિ રહ્યો છે, જેમાં અગાઉ દુર્ગમ ગણાતા વિસ્તારોમાં સઘન સુરક્ષા કામગીરી અને ઝડપી માળખાગત વિકાસનો સમન્વય કરવામાં આવ્યો છે. શાહના નેતૃત્વ હેઠળ સુરક્ષા દળોએ ‘ઓપરેશન બ્લેક ફોરેસ્ટ’ અને ‘ઓપરેશન કગાર’ જેવી પ્રભાવશાળી કામગીરી શરૂ કરી છે.
માત્ર ૨૦૨૫ના વર્ષમાં જ ૩૧૭ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા (જેમાં ટોચના નેતૃત્વનો સમાવેશ થાય છે), ૮૦૦થી વધુની ધરપકડ કરવામાં આવી હતી અને આશરે ૨,૦૦૦ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી હતી. કુલ મળીને ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે ઓછામાં ઓછા ૩,૫૯૪ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જ્યારે સીઆરપીએફ અને પોલીસ સાથેની અથડામણમાં ૮૦૦થી વધુ નક્સલીઓ માર્યા ગયા. નોંધપાત્ર સફળતાઓમાં મે ૨૦૨૫માં ૨૭ ટોચના માઓવાદીઓના ખાત્માનો સમાવેશ થાય છે, જેમાં જનરલ સેક્રેટરી નંબલા કેશવ રાવ (બાસાવરાજૂ) પણ સામેલ હતો; ત્રણ દાયકામાં પ્રથમ વખત આટલી ઉચ્ચ કક્ષાનો નેતા માર્યો ગયો હતો.
આ હાઈ-પ્રોફાઇલ નેતાઓના ખાત્મા અને શરણાગતિના પરિણામે એક સમયે શક્તિશાળી ગણાતી માઓવાદી સેન્ટ્રલ કમિટી અને પોલિટ બ્યુરોમાં હવે માત્ર ગણતરીના સક્રિય સભ્યો બચ્યા છે, જેનાથી ભારતમાં ડાબેરી ઉગ્રવાદના પતનની ગતિ તેજ થઈ ગઈ છે. આ લડાઈમાં સરકારે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૩૨૦થી વધુ નવા સુરક્ષા કેમ્પ સ્થાપ્યા છે, જે ઓપરેશનલ હબ અને વિકાસ કેન્દ્રો તરીકે કામ કરે છે. આ કેમ્પોએ માઓવાદીઓની પ્રવૃત્તિનો વિસ્તાર ઘટાડવામાં મદદ કરી છે, જેનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૨૦૧૪માં ૩૫ હતી તે ઘટીને ૨૦૨૫ સુધીમાં માત્ર ૬ રહી ગઈ છે.
શાહે યુદ્ધવિરામની દરખાસ્તોને એમ કહીને નકારી કાઢી હતી કે, માઓવાદીઓએ પહેલાં શસ્ત્રો હેઠાં મૂકવાં પડશે. જો કે, તેમણે શરણાગતિ સ્વીકારનારાઓ માટે ‘રેડ કાર્પેટ’ સ્વાગત અને લાભદાયી પુનર્વસન નીતિનું વચન આપ્યું હતું અને ભાર મૂક્યો હતો કે, આ લડાઈ વિચારધારા સામે છે, લોકો સામે નહીં. શાહની વ્યૂહરચનામાં બસ્તર અને અન્ય પ્રદેશોમાં મોટા પાયે રોકાણનો સમાવેશ થાય છે. જેમ કે, રસ્તાઓ બનાવવા, મોબાઇલ ટાવર લગાવવા અને ઇન્દ્રાવતી નદી પર ૨.૭૫ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પ્રોજેક્ટ શરૂ કરવા.
શાહે જણાવ્યું હતું કે, આશરે ૨૦૦ જિલ્લા કલેક્ટરોને પોલીસ સ્ટેશનો મજબૂત કરવા અને અંતરિયાળ વિસ્તારોમાં ગતિશીલતા સુધારવા માટે વિવેકાધીન ભંડોળ આપવામાં આવ્યું હતું. બીજાપુરમાં કલેક્ટરે પરિવહનની અછતને દૂર કરવા માટે ૩૦-૪૦ વાહનો ખરીદ્યાં હતાં, જેના પર ક્યારેય હુમલો થયો નથી. કારણ કે, તેનાથી સ્થાનિક સમુદાયોને સીધો ફાયદો થતો હતો. ૨૦૧૪-૧૫માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નેતૃત્વ હેઠળ છત્તીસગઢ અને ઝારખંડના સ્થાનિક આદિવાસી યુવાનોને તાલીમ આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
વિકાસના મોરચે, સરકારની મુખ્ય યોજનાઓ ઉપરાંત, એલડબ્લ્યુઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલાંક વિશિષ્ટ પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં રોડ નેટવર્કનો વિસ્તાર, ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટીમાં સુધારો, શિક્ષણ, કૌશલ વિકાસ અને નાણાંકીય સમાવેશ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનિક યુવાનો માટે કુલ ૪૬ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઈટીઆઈ) અને ૪૯ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (એસડીસી) ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ૧૭૯ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઈએમઆરએસ) કાર્યરત કરવામાં આવી છે, તેમ જ સૌથી વધુ એલડબ્લ્યુઈ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૬,૦૨૫ પોસ્ટ ઓફિસ, ૧,૮૦૪ બેંક શાખાઓ અને ૧,૩૨૧ એટીએમ ખોલવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૦થી અત્યાર સુધીમાં નક્સલી હિંસામાં ૮૮%નો ઘટાડો થયો છે. ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦એ શરણાગતિ સ્વીકારી છે. હવે માઓવાદી પ્રવૃત્તિઓ મુખ્યત્વે છત્તીસગઢના અબુઝમદ જંગલ જેવા નાના વિસ્તાર સુધી સીમિત થઈ ગઈ છે, જ્યાં સુરક્ષા દળોએ પ્રતિકારના તમામ ગઢ ખતમ કરી દીધા છે. ૨૦૨૫ના પ્રથમ ચાર મહિનામાં જ લગભગ ૧૯૭ કટ્ટર નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
ઓક્ટોબર ૨૦૨૫માં સૌથી મોટા સામુહિક આત્મસમર્પણ પૈકીનું એક જોવા મળ્યું હતું, જેમાં છત્તીસગઢમાં ૧૭૦ માઓવાદીઓ મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા હતા. સુરક્ષા દળો પર અનેક મોટા હુમલાઓ માટે જવાબદાર મુખ્ય નેતા માડવી હિડમા નવેમ્બર ૨૦૨૫માં માર્યો ગયો હતો. શાહે ‘માઓવાદ-મુક્ત ભારત’નો લક્ષ્યાંક પૂરો થશે તેવો વિશ્વાસ પુનરોચ્ચાર કર્યો છે અને આ અંતિમ તબક્કાના અભિયાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના ‘ડબલ-એન્જિન’ સમન્વયને નિર્ણાયક પરિબળ ગણાવ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં શરણાગતિ સ્વીકારનાર માલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુ જેવા માઓવાદી નેતાઓ સ્વીકારે છે કે, ‘‘સ્થિતિ બદલાઈ ગઈ છે. આજની પરિસ્થિતિમાં સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખી શકાય નહીં. તેમણે કામચલાઉ ધોરણે શસ્ત્રો મૂકી દેવાં જોઈએ અને લોકોની વચ્ચે રહીને કામ કરવું જોઈએ.’’
સતીશ ઉર્ફે ટી. વાસુદેવ રાવ, જેમણે ગયા વર્ષે આત્મસમર્પણ કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે, ‘‘આ માત્ર મારો નિર્ણય નહોતો. બાસાવરાજૂ (જે ગયા વર્ષે મે મહિનામાં માર્યો ગયો હતો) ખુદ પણ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવી સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા ઇચ્છતો હતો. અમે અમારાં લોકો અને અમારી પાર્ટીને બચાવવા માંગતા હતા. સશસ્ત્ર સંઘર્ષ માટે આ યોગ્ય સમય નથી.’’ વાસ્તવમાં, ૨૦૦૬-૨૦૦૯નાં વર્ષો સૌથી મુશ્કેલ હતાં અને વર્ષો દરમિયાન જે ક્રમિક સફળતા મળી હતી તેને છેલ્લાં બે વર્ષમાં નિર્ણાયક વેગ મળ્યો જ્યારે શાહે દેશમાંથી ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવા માટે ૩૧ માર્ચ, 2026ની સમયમર્યાદા નક્કી કરી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.