અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે કર્યું છે તેને કોઈ પણ યોગ્ય ઠેરવી શકે નહીં. વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલભંડાર છે, પરંતુ વૈશ્વિક પ્રોડક્શનના તેનો 1% કરતાં પણ ઓછો હિસ્સો છે. આ કારણે જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હટાવવા અને જેલમાં ધકેલી દેવાને તેલ માટે અમેરિકન લશ્કરી શક્તિના મોટા પ્રદર્શન તરીકે જોવામાં આવે છે અને અમેરિકામાં ડ્રગ્સ પર કાર્યવાહી માટે નથી. તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને યુએન ચાર્ટરની પણ અવગણના છે. વેનેઝુએલા પર હુમલો ટ્રમ્પના અભિગમનું સ્વાભાવિક, હિંસક પરિણામ છે. માદુરો અને તેમની પત્નીને અમેરિકા લાવવામાં આવ્યાં છે, જ્યાં તેમના પર ન્યૂયોર્કમાં ડ્રગ્સનો આરોપ મૂકવામાં આવ્યો છે.
વેનેઝુએલાની અંદર હુમલાઓ માદુરો સરકાર સામે અમેરિકાના દબાણ અભિયાન પછી થયા છે, જેના પર ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ડ્રગ્સ અને ગેંગના સભ્યો મોકલવાનો આરોપ લગાવે છે. જો કે, વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનું વાસ્તવિક કારણ તેલ છે. તેમાં કોઈ શંકા નથી.
અમેરિકન રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે, અમેરિકન તેલ કંપનીઓ વેનેઝુએલામાં અબજો ડોલરનું રોકાણ કરે જેથી મોટા ભાગે બિનઉપયોગી સંસાધનનો ઉપયોગ કરી શકાય. તેમણે કહ્યું છે કે, અમેરિકન કંપનીઓ વેનેઝુએલાના ખરાબ રીતે તૂટી પડેલા તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારશે અને દેશ માટે પૈસા કમાવાનું શરૂ કરશે, પરંતુ નિષ્ણાતોએ ટ્રમ્પની યોજના સાથે ભારે પડકારોની ચેતવણી આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તેલ પ્રોડક્શનમાં અર્થપૂર્ણ સુધારો કરવા માટે અબજોનો ખર્ચ થશે અને એક દાયકા જેટલો સમય લાગી શકે છે. તો શું અમેરિકા ખરેખર વેનેઝુએલાના તેલ ભંડાર પર નિયંત્રણ મેળવી શકે છે? અને શું ટ્રમ્પની યોજના કામ કરશે? અંદાજિત 303 અબજ બેરલ સાથે વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો સાબિત તેલ ભંડાર છે. પરંતુ આજે દેશ જેટલું તેલનું પ્રોડક્શન કરે છે તે તુલનાત્મક રીતે ખૂબ જ ઓછું છે.
2000ના દાયકાની શરૂઆતથી તેલ પ્રોડક્શનમાં તીવ્ર ઘટાડો થયો છે. કારણ કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ અને પછી માદુરો વહીવટીતંત્રે રાજ્ય સંચાલિત તેલ કંપની પીડીવીએસએ પર નિયંત્રણ કડક બનાવી દીધું, જેના કારણે વધુ અનુભવી કર્મચારીઓનું પલાયન થયું. જો કે, યુએસ. કંપની શેવરોન સહિત કેટલીક પશ્ચિમી તેલ કંપનીઓ હજી પણ દેશમાં સક્રિય છે, પરંતુ તેનાં ઓપરેશનો ઘણાં ઓછાં થઈ ગયાં છે. કારણ કે, યુ.એસ.એ પ્રતિબંધો વિસ્તૃત કર્યા છે અને તેલ નિકાસને લક્ષ્ય બનાવ્યું છે, જેનો હેતુ માદુરોની મુખ્ય આર્થિક લાઇફલાઇન સુધી પહોંચને રોકવાનો છે.
માદુરોને પકડતાં પહેલાં અમેરિકાએ વેનેઝુએલાના દરિયાકાંઠેથી બે તેલ ટેન્કરો પણ જપ્ત કર્યાં હતાં, તેમજ દેશમાં પ્રવેશતાં અને બહાર જતાં મંજૂર ટેન્કરો પર નાકાબંધી કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પની યોજનાનો લાભ લેવાની આશા રાખતી કંપનીઓએ વેનેઝુએલામાં માળખાગત સુવિધાઓમાં રોકાણ વધારવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં નવી સરકાર બનવાની સાથે તેની સાથે કરાર પર હસ્તાક્ષર કરવા પડશે.
વિશ્લેષકોએ એવી ચેતવણી પણ આપી છે કે, વેનેઝુએલાના ભૂતપૂર્વ પ્રોડક્શનને પુનઃસ્થાપિત કરવામાં અબજો ડોલર અને 10 વર્ષ લાગશે. અમેરિકા એ વાતથી નારાજ હતું કે વેનેઝુએલા તે તેલ ચીની યુઆનમાં વેચી રહ્યું હતું. ડોલરમાં નહીં. 2018માં વેનેઝુએલાએ જાહેરાત કરી હતી કે, તે ખુદને ડોલરથી આઝાદ કરશે. તેઓએ તેલ માટે ડોલર સિવાય યુઆન, યુરો, રુબેલ્સ કંઈ પણ સ્વીકારવાનું શરૂ કર્યું. તેઓ બ્રિક્સમાં જોડાવા માટે અરજી કરી રહ્યા હતા. તેઓ ચીન સાથે સીધી ચુકવણી ચેનલો બનાવી રહ્યા હતા, જે સ્વિફ્ટને સંપૂર્ણપણે બાયપાસ કરતી હતી અને તેઓ પાસે દાયકાઓ સુધી ડી-ડોલરાઇઝેશનને ભંડોળ પૂરું પાડવા માટે પૂરતું તેલ હતું.
1974માં અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે એક સોદો કર્યો હતો કે, વૈશ્વિક સ્તરે વેચાતા બધા તેલની કિંમત યુએસ ડોલરમાં નક્કી કરવામાં આવશે. બદલામાં અમેરિકા લશ્કરી રક્ષણ પૂરું પાડશે. આ એક જ કરારથી વિશ્વભરમાં ડોલરની કૃત્રિમ માંગ ઊભી થઈ. દરેક દેશને તેલ ખરીદવા માટે ડોલરની જરૂર પડે છે. તે લશ્કરને ભંડોળ પૂરું પાડે છે અને એવા નેતાઓ સાથે શું થાય છે જે તેને પડકારનાર છે, તેની એક પેટર્ન છે.
ભલે તે સદ્દામ હુસૈન હોય, જેમણે જાહેરાત કરી હતી કે, ઇરાક ડોલરને બદલે યુરોમાં તેલ વેચશે, કે લિબિયન કર્નલ ગદ્દાફી, જેમણે તેલ વેપાર માટે ‘ગોલ્ડ દિનાર’ નામની સોના-સમર્થિત આફ્રિકન ચલણનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેમને યુએસના ક્રોધનો સામનો કરવો પડ્યો અને તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. ભારત એક સમયે વેનેઝુએલાના ભારે ક્રુડ ઓઇલનું મુખ્ય પ્રોસેસર હતું, જે ટોચના સ્તરે દરરોજ 4,00,000 બેરલથી વધુ આયાત કરતું હતું, જ્યાં સુધી 2020માં યુએસ પ્રતિબંધો અને વધતા પાલન જોખમોને કારણે ખરીદી બંધ કરવાની ફરજ પડી હતી.
ભારતની વિદેશી શાખા ઓએનજીસી વિદેશ લિમિટેડ (ઓવીએલ), પૂર્વી વેનેઝુએલામાં સાન ક્રિસ્ટોબલ તેલ ક્ષેત્રનું સંયુક્ત રીતે સંચાલન કરે છે. તેમ છતાં યુએસ પ્રતિબંધોને કારણે પ્રોડક્શનમાં ભારે ઘટાડો થયો છે, જેણે મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી, સાધનો અને સેવાઓ સુધીની પહોંચને અવરોધિત કરી છે, જેના કારણે વ્યાપારી રીતે વ્યવહાર્ય ભંડાર ફસાયેલા છે. વેનેઝુએલા 2014 સુધી આ ક્ષેત્રમાં તેના 40 ટકા હિસ્સા પર ઓવીએલને 536 મિલિયન ડોલરનું ડિવિડન્ડ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું છે. તે પછીના સમયગાળા માટે પણ આટલી જ રકમ બાકી છે, જે દરમિયાન વેનેઝુએલાએ ઓડિટની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ઓવીએલના દાવાઓનું સમાધાન અસરકારક રીતે સ્થિર થઈ ગયું હતું.
આ બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક વાર પ્રતિબંધો હટાવી લેવામાં આવે પછી ઓવીએલ ગુજરાતના ઓએનજીસીનાં તેલ ક્ષેત્રો જેવાં સ્થળોએથી રિગ અને સાધનોને સાન ક્રિસ્ટોબલ ખસેડી શકે છે, જેનાથી પ્રોડક્શન ફરી શરૂ થઈ શકે છે, જે ઘટીને માત્ર 5,000-10,000 બેરલ પ્રતિ દિવસ થઈ ગયું છે. વધારાના કૂવાઓ અને વધુ સારાં સાધનો સાથે ઓનશોર ફિલ્ડ પ્રતિ દિવસ 80,000-1,00,000 બેરલ પ્રોડક્શન કરી શકે છે.
વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર યુએસ નિયંત્રણથી નિકાસ ફરી શરૂ થઈ શકે છે, જેનાથી ઓવીએલ ભવિષ્યની આવકમાંથી તેના લગભગ 1 અબજ ડોલરનાં બાકી લેણાં વસૂલ કરી શકે છે. ઓવીએલએ અગાઉ ‘ચોક્કસ લાઇસન્સ’ પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી હતી, જે યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (ઓએફએસી) દ્વારા શેવરોનને આપવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું છે કે, મોટી અમેરિકન તેલ કંપનીઓ તેના બગડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવીનીકરણ કરવા માટે વેનેઝુએલા પરત ફરશે. વિશ્લેષકોએ નોંધ્યું છે કે, યુએસને ટેક્નિકલ કુશળતા અને ભારત જેવાં મુખ્ય બજારોમાં પ્રવેશ બંને માટે હજી પણ ઓવીએલ જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદારોની જરૂર પડશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી, આઈઓસી, એચપીસીએલ-મિત્તલ એનર્જી અને મેંગલોર રિફાઇનરી સહિતની ભારતીય કંપનીઓ વેનેઝુએલાના ભારે ક્રુડ તેલને પ્રક્રિયા કરવા માટે સારી રીતે સજ્જ છે.
ભારત સક્રિયપણે તેના ક્રુડ બાસ્કેટમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે – માત્ર રશિયન તેલ પર તેની નિર્ભરતા ઘટાડવા માટે જ નહીં, પરંતુ ચાલી રહેલી ભારત-યુએસ વેપાર ચર્ચાઓ વચ્ચે પણ, જ્યાં રશિયન બેરલ પર નિર્ભરતા ઘટાડવી એક મુખ્ય વિષય છે. તે સંદર્ભમાં, જો વેનેઝુએલા પરના પ્રતિબંધો હળવા કરવામાં આવે છે તો વેનેઝુએલાના ક્રૂડ તેલ ભારતીય રિફાઇનર્સ માટે વધારાની સુગમતા પ્રદાન કરી શકે છે અને પુરવઠા-કેન્દ્રીકરણ જોખમોને ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ, તે બધું થવા માટે, વેનેઝુએલાનાં લોકોએ શાસનના પરિવર્તનને સ્વીકારવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.