World

હોર્મુઝમાં ઈરાનની માઇન જાળ! વિશ્વના સૌથી મોટા તેલ માર્ગ પર યુદ્ધ જેવી સ્થિતિ

20% વૈશ્વિક તેલ સપ્લાય જોખમમાં! ઈરાન-અમેરિકા તણાવથી હોર્મુઝ ‘ડેથ વેલી’ બન્યું

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Strait of Hormuz વિસ્તારમાં ઈરાન દ્વારા સમુદ્રમાં માઇન મૂકવાની શરૂઆત થઈ હોવાની માહિતી અમેરિકી ગુપ્તચર રિપોર્ટમાંથી મળી છે. સૂત્રો મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં ડઝન માઇન બિછાવવામાં આવ્યા છે, જોકે આ કામગીરી હજુ મોટા પાયે નથી.

રિપોર્ટ મુજબ ઈરાન પાસે હજુ પણ તેની 80 થી 90 ટકા જેટલી નાની બોટ્સ અને માઇનલેયર જહાજો ઉપલબ્ધ છે, જેના કારણે જરૂર પડે તો સૈંકડો માઇન મૂકવાની ક્ષમતા પણ તેના પાસે છે. ઈરાનની સૈન્ય શક્તિમાં મહત્વની ભૂમિકા ભજવનાર Islamic Revolutionary Guard Corps (IRGC) હાલમાં હોર્મુઝની ખાડી પર અસરકારક નિયંત્રણ રાખે છે. IRGC અને ઈરાનની નૌસેના મળીને માઇન મૂકતી બોટ્સ, વિસ્ફોટકથી ભરેલી બોટ્સ અને કિનારે સ્થિત મિસાઇલ બેટરીનો ઉપયોગ કરીને સમુદ્રી માર્ગને જોખમી બનાવી શકે છે.

આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ સોશિયલ મીડિયા પર ચેતવણી આપતાં કહ્યું કે જો ઈરાને ખરેખર હોર્મુઝમાં માઇન મૂક્યા હશે તો તેને તરત દૂર કરવા પડશે, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ તરફ અમેરિકાના રક્ષા પ્રધાન Pete Hegseth એ જણાવ્યું કે ટ્રમ્પના નિર્દેશ મુજબ United States Central Command (CENTCOM) એ હોર્મુઝ નજીક ઈરાનના માઇન મૂકતા જહાજોને નિશાન બનાવી નષ્ટ કર્યા છે. CENTCOMના જણાવ્યા અનુસાર અમેરિકી સૈન્યએ ઈરાનના 16 જેટલા માઇનલેયર સહિત અનેક નૌસેનાના જહાજોને તોડી પાડ્યા છે.

હોર્મુઝની ખાડીમાંથી દરરોજ લગભગ 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને 4.5 મિલિયન બેરલ રિફાઇન્ડ ફ્યુઅલ પસાર થાય છે. હાલની પરિસ્થિતિને કારણે ઈરાક અને કુવૈત જેવા દેશોના તેલ પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે કારણ કે તેમના માટે આ માર્ગ સિવાય બીજો વિકલ્પ લગભગ નથી.

આ તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. એક જ દિવસે તેલના ભાવ $90 થી નીચે $80 સુધી ઉતાર-ચઢાવ કરતા જોવા મળ્યા. વિશ્વના મોટા અર્થતંત્રોના જૂથ G7 દેશોએ પણ સંકેત આપ્યો છે કે જો સપ્લાયમાં મોટી અછત સર્જાય તો તેઓ વધારાનું તેલ બજારમાં છોડીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરશે.

Most Popular

To Top