World

ઇરાનનું એલાન: ગેસ ફિલ્ડ હુમલા બાદ પણ બદલો અધૂરો, વધુ હુમલાની ધમકી

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને ફરી એકવાર કડક અને ચેતવણીભર્યો સંદેશ આપ્યો છે. ગેસ ફિલ્ડ પર થયેલા હુમલા બાદ ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તેનો બદલો હજુ પૂર્ણ થયો નથી અને આવનારા સમયમાં વધુ તીવ્ર કાર્યવાહી થઈ શકે છે. ઈરાનના નિવેદન મુજબ, જો દુશ્મન દેશો અથવા તેમના સાથીઓ ફરી કોઈ હુમલો કરશે તો તેનો જવાબ પહેલાથી વધુ ઘાતક હશે. હવે નિશાન માત્ર વિરોધી દેશો જ નહીં પરંતુ તેમને સહકાર આપતા દેશોના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ રહેશે. તાજેતરના હુમલાઓમાં પાવર પ્લાન્ટ્સ અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને અસ્થિરતા વધી ગઈ છે. ઈઝરાયલના હાઈફા પાવર પ્લાન્ટ પર થયેલા મિસાઇલ હુમલાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે, જ્યાં ભારે વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાથી વીજ પુરવઠા અને સ્થાનિક સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.

આ ઉપરાંત ઈરાને લાલ સમુદ્ર અને ખાડી વિસ્તારમાં અનેક ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. Yanbuમાં SAMREF રિફાઇનરી, કતારની LNG સુવિધા અને કુવૈતની મીના અલ-અહમદી તથા મીના અબ્દુલ્લા જેવી મોટી રિફાઇનરીઓ પર હુમલાથી આગ લાગી અને ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક જહાજોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે વૈશ્વિક સપ્લાય માટે ગંભીર સંકેત છે. આ વધતા તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 118 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 57%નો ઉછાળો નોંધાયો છે. Strait of Hormuz પર વધતા જોખમને કારણે વૈશ્વિક ઇંધણ પુરવઠા પર અનિશ્ચિતતા વધી રહી છે, અને આ સંઘર્ષ હવે સમગ્ર વિશ્વ માટે ઊર્જા સંકટનું મોટું કારણ બની શકે છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશોના ઊર્જા કેન્દ્રો પર થયેલા હુમલાઓએ વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનને મોટો ઝટકો આપ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક વધતા જોખમને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. નિષ્ણાતો માનીએ છે કે જો આ સંઘર્ષ વધુ વિકસશે તો વિશ્વને ગંભીર ઊર્જા સંકટનો સામનો કરવો પડી શકે છે.

Most Popular

To Top