World

દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો: ભીષણ આગ, ફ્લાઇટ્સ અસ્થાયી રીતે રદ, કોઈ જાનહાનિ નહીં

સોમવારે એટલે કે આજે વહેલી સવારે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક ઈરાની ડ્રોન હુમલાથી ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે સમગ્ર એરપોર્ટ પર ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી અનુસાર, ડ્રોનએ એરપોર્ટ નજીકના ઈંધણ ટાંકીને નિશાન બનાવ્યું, જે તરત જ આગમાં બદલાઈ ગયું. તાત્કાલિક નાગરિક સંરક્ષણ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવા કામગીરી શરૂ કરી હતી. સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સુરક્ષા ચિંતાઓને કારણે દુબઈ નાગરિક ઉડ્ડયન સત્તામંડળે તમામ ફ્લાઇટ્સને અસ્થાયી રીતે રદ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આગ કાબુમાં આવતા તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યા અને એરપોર્ટ પર કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિકો અને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સુરક્ષા ચિંતાઓને કારણે, દુબઈ નાગરિક ઉડ્ડયન સત્તામંડળે એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષના કારણે, યુએઈએ ઈરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યો છે. દુબઈ એરપોર્ટ પર આ હુમલો એ વાતને પ્રગટ કરે છે કે નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. તાજેતરના આંકડા મુજબ, મિડલ ઇસ્ટ સંઘર્ષ દરમિયાન ઈરાને યુએઈ પર 1,800થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કર્યા છે, જેનાથી એરપોર્ટ, બંદરો અને તેલ સુવિધાઓ પર અસર થઈ છે. યુએઈ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે સંઘર્ષ દરમિયાન 6 લોકોના મોત થયા છે, જેમાં 4 નાગરિકો અને 2 લશ્કરી કર્મચારીઓ શામેલ છે. હેલિકોપ્ટર દુર્ઘટના અને ટેકનિકલ ખામીઓને કારણે લશ્કરી કર્મચારીઓના મોત થયા હતા. આવા હુમલાઓ ગલ્ફ વિસ્તારમાં નાગરિક ઉડ્ડયન અને વેપાર પ્રણાલીઓને ગંભીર અસર પહોંચાડી શકે છે, અને સુરક્ષા વધારવા માટે એરપોર્ટ અને ઓથોરિટીઝ સાવધ રહેવાનું મહત્વપૂર્ણ બની ગયું છે.

Most Popular

To Top