Editorial

ઇઝરાયેલી માલિકના જહાજ પર કબજો કરીને ઇરાને બળતામાં ઘી હોમ્યું છે

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી હવે એક ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જેણે મધ્ય પૂર્વને નવા યુદ્ધની અણી પર મૂકી દીધું છે. હાલ ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. વિવિધ અહેવાલો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈરાન કોઈપણ સમયે ઈઝરાયેલ સાથે યુદ્ધ શરૂ કરી શકે છે, 48 કલાકનું અલ્ટીમેટમ પણ સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજું ચાલું જ છે અને ગાઝામાં સતત હુમલા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં એક યુદ્ધ વચ્ચે બીજા યુદ્ધના ભણકારાથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવી દીધો છે.

બે અમેરિકન અધિકારીઓએ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા ઈઝરાયેલ પર હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. 1 એપ્રિલના રોજ, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇરાની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો, જેમાં ઇરાનના સિનિયર કમાન્ડર રેઝા ઝાહેદી સહિત સાત લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાને તેના કમાન્ડરોની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે અને ઈઝરાયેલને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. અમેરિકાએ ઈઝરાયેલમાં પોતાના નાગરિકોને મોટા શહેરો ન છોડવાની સલાહ આપી છે. ભારતે શુક્રવારે એક એડવાઈઝરી પણ જારી કરી હતી. અમેરિકના અધિકારીઓએ જણાવ્યું કે ઈરાને ઈઝરાયેલની અંદરના સૈન્ય લક્ષ્યાંકો પર હુમલો કરવા માટે 100 થી વધુ ડ્રોન અને ડઝનેક મિસાઈલો તૈયાર કરી છે.

શુક્રવારે ઈરાન કોઈપણ સમયે તેને લોન્ચ થઈ શકે છે. અધિકારીઓએ કહ્યું કે ઇઝરાયેલ માટે આટલા મોટા હુમલા સામે બચાવ કરવો ખૂબ જ મુશ્કેલ હશે. જો કે, તેમણે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ઈરાન બદલો લેવાના હુમલા અને યુદ્ધના વધુ ફેલાવાના ડરને કારણે નાના હુમલાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેહરાને હજુ સુધી જાહેરમાં જણાવ્યું નથી કે તે ક્યારે અને કેવી રીતે ઇઝરાયેલ સામે બદલો લેશે પણ બંને દેશો વચ્ચે યુધ્ધની ઘડીઓ ગણાઈ રહી છે. આ દરમિયાન, એવો મોટી આશંકા એ છે કે જો ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરશે તો ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ મધ્ય પૂર્વના મોટા વિસ્તારમાં ફેલાઈ જશે. લેબનોનમાં ઈરાનની પ્રોક્સી હિઝબુલ્લાહ ઈઝરાયેલ વિરુદ્ધ પહેલેથી જ સક્રિય છે.

ભારત,અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને જર્મની સહિત 6 દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને ઈરાન અને ઈઝરાયલ ન જવાની સલાહ આપવામાં આવી છે. હકીકતમાં, 1 એપ્રિલના રોજ ઈઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી. આટલું ઓછુ હોય તેમ ઇરાનની સેનાએ ઓમાનની ખાડીમાંથી હોર્મુઝ થઈને ભારત આવી રહેલા એક માલવાહક જહાજને કબજે કરી લીધું છે.

આ કાર્ગો જહાજ લંડન ખાતે આવેલી કંપનીનું છે, જેની માલિકી એક ઈઝરાયલના અબજોપતિ છે. જહાજમાં 20 ક્રૂ મેમ્બર છે, જે તમામ ફિલિપાઈન્સના નાગરિક છે. ઘટના બાદ ઈઝરાયલ આર્મીના પ્રવક્તા દાનિયાર હગારીએ કહ્યું અમે કોઈપણ પ્રકારના હુમલા પર ચૂપ નહીં રહીએ. આનો જવાબ આપવામાં આવશે. આ પહેલા  હાલમાં તો આ જહાજને ઈરાન લઈ જવામાં આવી રહ્યું છે. જેની પ્રતિક્રિયા આપતા ઇઝરાયલ સંરક્ષણ દળોના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું છે કે જો ઈરાન વિવાદને વધારવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. ઈરાને ઓમાનની ખાડીમાં જે જહાજ ઈઝરાયલને પકડ્યું હતું તે મુંબઈ આવી રહ્યું હતું.

જહાજનું નામ એમએસસી મેષ હોવાનું કહેવાય છે. બોર્ડમાં 20 ક્રૂ સભ્યો હાજર હોવાનું કહેવાય છે, જે તમામ ફિલિપાઈન્સના નાગરિકો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે પહેલાથી જ તનાતની ચાલી રહી છે તેવા સંજોગોમાં ાલમાં  અમેરિકન સૈનિકો મધ્ય પૂર્વના 8 દેશોમાં તહેનાત છે. તેઓ યુદ્ધના કિસ્સામાં ઇઝરાયલને મદદ કરશે. શનિવારે ઈરાની કમાન્ડો હેલિકોપ્ટર દ્વારા જહાજ પર ઉતર્યા અને તેને કબજે કરી લીધો. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, પકડાયેલ જહાજ પર પોર્ટુગીઝ ધ્વજ હતો. આ જહાજ લંડન સ્થિત ઝોડિયાક મેરીટાઇમ કંપનીનું છે. આ કંપનીમાં ઈઝરાયલના અબજોપતિ ઈયલ ઑફરનો પણ હિસ્સો છે. હોર્મુઝ પાસ એ જ જગ્યા છે જ્યાં 2019થી અમેરિકા ઈરાન પર જહાજો કબજે કરવાનો આરોપ લગાવી રહ્યું છે. એર ઈન્ડિયા ઈરાનના એરસ્પેસમાંથી ઉડાન ભરી રહી નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયા એ એરલાઈન્સમાં સામેલ થઈ ગઈ છે જે ઈરાનના એરસ્પેસમાંથી ઉડાન ભરી રહી નથી. આજે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ 161 4:30 વાગ્યે લંડન જવા રવાના થવાની હતી. જો કે, તેણે સામાન્ય માર્ગ ન લીધો અને અન્ય એરસ્પેસનો ઉપયોગ કર્યો. સામાન્ય સંજોગોમાં યુરોપમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પાકિસ્તાન-ઈરાન-તુર્કી-બ્લેક સી થઈને જાય છે. શુક્રવાર સુધી આ જ માર્ગ અપનાવવામાં આવ્યો છે. ઈરાન પાસે 610,000 સક્રિય સૈનિકો છે. જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર 170,000 સૈનિકો છે. ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ ઘણું મોટું છે.

ઈરાન લાંબા સમયથી અમેરિકી પ્રતિબંધો હેઠળ છે, જેના કારણે તેનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઈઝરાયેલ કરતા ઓછો છે. એર પાવરમાં ઈઝરાયેલની સેના ઈરાન કરતા આગળ છે. ઈરાન પાસે 551 એરક્રાફ્ટ છે જ્યારે ઈઝરાયેલ પાસે 612 એરક્રાફ્ટ છે. ફાઈટર જેટની વાત કરીએ તો ઈઝરાયેલ પાસે 241 છે જ્યારે ઈરાન પાસે માત્ર 186 છે. આમાં ઈઝરાયેલ પાસે દુનિયાના સૌથી શક્તિશાળી F-16 અને F-35 એરક્રાફ્ટ પણ છે. જમીન દળોની સરખામણીમાં ઈરાન પાસે ઈઝરાયેલ કરતા વધુ ટેન્ક છે. ઈઝરાયેલી ટેન્કની કુલ સંખ્યા 1370 છે જ્યારે ઈરાની ટેન્કની કુલ સંખ્યા 1996 છે.

ઈઝરાયેલ પાસે 650 ઓટોમેટિક આર્ટિલરી યુનિટ છે જ્યારે ઈરાન પાસે માત્ર 580 છે. ઈરાનની નૌકાદળ ઈઝરાયેલ કરતા વધુ શક્તિશાળી છે. ઈરાન પાસે કુલ 101 કાફલો છે. જ્યારે ઈઝરાયેલની સંખ્યા માત્ર 67 છે. બંને દેશો પાસે હેલિકોપ્ટર કે એરક્રાફ્ટ કેરિયર નથી. સબમરીનની વાત કરવામાં આવે તો ઈરાન પાસે 19 અને ઈઝરાયેલ પાસે 5 છે. ઈઝરાયેલ પાસે પણ પરમાણુ બોમ્બ હોવાનું માનવામાં આવે છે. જોકે, જો ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલ તરત જ જવાબી કાર્યવાહી કરશે, જેને લઈને ઈરાન ચિંતિત છે. ઈરાન પાસે શહીદ ડ્રોન પણ છે, જે તે રશિયાને સપ્લાય કરે છે. આ ડ્રોન દ્વારા યુક્રેન તબાહી મચાવી રહ્યું છે.

Most Popular

To Top