World

ઈરાનનો દાવો: મિસાઈલ હુમલા બાદ અમેરિકાનું ‘USS Abraham Lincoln’ યુદ્ધ જહાજ 1000 કિલોમીટર દૂર ખસી ગયું

Iran, Israel અને United States વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે 11મા દિવસે પ્રવેશી ગયું છે. બંને પક્ષો તરફથી સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો ઈરાને દાવો કર્યો છે કે તેના મિસાઈલ હુમલા બાદ અમેરિકાનું શક્તિશાળી યુદ્ધ જહાજ USS Abraham Lincoln (CVN-72) લગભગ 1000 કિલોમીટર દૂર ખસી ગયું છે. ઈરાનના સૂત્રો મુજબ આ હુમલાઓ બાદ અમેરિકન નૌકાદળને પોતાની સ્થિતિ બદલવી પડી. જોકે આ દાવા અંગે અમેરિકાની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ સંકેત આપ્યો છે કે સંઘર્ષનો અંત નજીક હોઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો કે શરૂઆતના બે દિવસમાં જ ઈરાનની લશ્કરી ક્ષમતાને ભારે નુકસાન થયું છે અને ઘણા હથિયારો નષ્ટ કરવામાં આવ્યા છે. તેમણે તો એ પણ કહ્યું કે “નવા ઈરાનનું નિર્માણ શરૂ થઈ ગયું છે.”

બીજી તરફ ઈરાનના નેતૃત્વે જણાવ્યું છે કે તેઓ ખાડી દેશો પર હુમલો કરવા માંગતા નથી, પરંતુ હકીકતમાં ક્ષેત્રમાં હુમલાઓ અને પ્રતિહુમલાઓ ચાલુ જ છે. ઈરાન સમર્થક સંગઠનો પણ સક્રિય બન્યા છે. ખાસ કરીને Hezbollahએ ચેતવણી આપી છે કે તે ઈઝરાયલ સામે પોતાની સંપૂર્ણ શક્તિથી લડવા તૈયાર છે અને જરૂર પડે તો હુમલા વધુ તેજ કરશે. સંગઠને કહ્યું કે તેઓ લડાઈ ચાલુ રાખશે જ્યાં સુધી તેમના વિરોધીઓને તેમની ધરતી પરથી હાંકી ન કાઢવામાં આવે. મિડલ ઇસ્ટમાં વધતા આ તણાવને કારણે વૈશ્વિક સ્તરે પણ ચિંતા વધી રહી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલના બજાર, શિપિંગ રૂટ્સ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસર જોવા મળી રહી છે.

Most Popular

To Top