Sports

IPL નવા અવતારમાં, પ્લેઇંગ ઇલેવનનો બદલાયેલો નિયમ રોમાંચ વધારશે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023 શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તેના માટે તમામ ટીમોએ (Team) તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એવી માહિતી મળી છે કે આ વખતે આઇપીએલ (IPL) સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. બીસીસીઆઈએ (BCCI) ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેમાં સૌથી મોટો ફેરફાર પ્લેઇંગ ઇલેવન સંબંધેનો છે. હવે બંને ટીમોના કેપ્ટન બે અલગ-અલગ ટીમ શીટ સાથે ટોસ માટે મેદાન પર આવશે ટોસ પહેલા 13 સભ્યોની ટીમની શીટ અપાશે અને ટોસ પછી તેમની અંતિમ પ્લેઈંગ ઈલેવનને પસંદ કરી શકાશે.

નિયમોમાં આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે, જે ટૂંક સમયમાં ટીમો સાથે શેર કરવામાં આવશે. સાથે જ વિકેટકીપર કે ફિલડરની ગરવર્તણૂંક માટે બોલને ડેડ બોલ જાહેર કરવાની સાથે જ પાંચ પેનલ્ટી રન આપવામાં આવશે. નિર્ધારિત સમયમાં ઓવરો પુરી કરવામાં ન આવે તો દરેક ઓવર માટે 30 યાર્જ સર્કલ બહારના ફિલ્ડર્સની પેનલ્ટીનો નિયમ પણ લાગુ થશે.

  • નવા નિયમો અનુસાર 13 સભ્યોની ટીમ પસંદ કરીને ટોસ પછી તેમાંથી પ્લેઇંગ ઇલેવન જાહેર કરી શકાશે
  • નવા નિયમમાં વિકેટકીપર કે ફિલ્ડર દ્વારા અયોગ્ય હિલચાલ ડેડ બોલ અને પાંચ પેનલ્ટી રનમાં પરિણમશે

એક વેબસાઇટ અનુસાર આઇપીએલએ નિયમોમાં વિવિધ ફેરફારોને સૂચિબદ્ધ કર્યા છે. તેમાંથી એક ટીમો ટોસ પછી તેઓ બોલિંગ કરે કે બેટીંગ પણ તેઓ તેમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકશે. આ નિયમથી ટીમો પિચ અનુસાર તેમના બેટ્સમેન અને બોલર્સમાં ફેરફાર કરી શકશે. ટોસ પછી ઇલેવનની જાહેરાત કરવાનો આ નિયમ સૌથી પહેલા એસએ20 લીગમાં બનાવવામાં આવ્યો હતો. એસએ20ની જેમ હવે આ નિયમ આઇપીએલમાં પણ લાગૂ કરવામાં આવશે. એસએ20 લીગની ટીમોએ ટોસ પછી તેમની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરતા પહેલા ટીમ શીટ પર 13 નામો મૂક્યા હતા. એ ટૂર્નામેન્ટના ડિરેક્ટર ગ્રીમ સ્મિથે કહ્યું હતું કે આ નિયમ ટોસની અસર ઘટાડવા અને સંજોગોના આધારે લેવલ પ્લેઇંગ ફિલ્ડને મંજૂરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top