Sports

28 માર્ચથી IPL 2026ની ધમાકેદાર શરૂઆત: પહેલા 20 મેચનું શેડ્યૂલ જાહેર, ફેન્સમાં ઉત્સાહનો માહોલ

Indian Premier League 2026 માટેનું શરૂઆતના 20 મેચનું શેડ્યૂલ જાહેર થતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટની શરૂઆત 28 માર્ચથી થવાની છે અને પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને આવશે. આ મેચ બેંગલુરુમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. આગલા દિવસે, 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) વચ્ચે મુંબઈમાં ટક્કર થશે, જે IPLના સૌથી લોકપ્રિય મુકાબલાઓમાંથી એક માનવામાં આવે છે. 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ગુવાહાટીમાં મેચ યોજાશે, જ્યારે 31 માર્ચે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મુકાબલો મુલાનપુરમાં રમાશે. એપ્રિલ મહિનો પણ રોમાંચથી ભરેલો રહેશે. 1 એપ્રિલે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે લખનઊમાં મેચ થશે. 2 એપ્રિલે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કોલકાતામાં મેચ યોજાશે. 3 એપ્રિલે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે ચેન્નાઈમાં ટક્કર થશે.

4 એપ્રિલે ડબલ હેડર રાખવામાં આવ્યો છે, જેમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે બપોરે 3:30 વાગ્યે દિલ્હી ખાતે મેચ રમાશે, જ્યારે સાંજે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદમાં મુકાબલો થશે. 5 એપ્રિલે પણ બે મેચો યોજાશે, જેમાં હૈદરાબાદ-લખનઊ અને બેંગલુરુ-ચેન્નાઈ વચ્ચે રસપ્રદ ટક્કર થશે. ટૂર્નામેન્ટમાં તમામ મોટા શહેરો, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુ મેચોના કેન્દ્ર બનશે. ખાસ કરીને વીકએન્ડ મેચો ફેન્સ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર રહેશે. IPL 2026ની શરૂઆતથી જ મોટા મુકાબલા અને સ્ટાર ખેલાડીઓના પ્રદર્શનને લઈને ઉત્સુકતા વધી રહી છે. આ શેડ્યૂલ દર્શાવે છે કે આ સિઝન પણ રોમાંચ, સ્પર્ધા અને મનોરંજનથી ભરપૂર રહેવાની છે.

મેચ શેડ્યૂલ ટેબલ (પહેલી 20 મેચ)

મેચતારીખદિવસસમયસ્થળ
RCB vs SRH28 માર્ચશનિવાર7:30 PMબેંગલુરુ
MI vs KKR29 માર્ચરવિવાર7:30 PMમુંબઈ
RR vs CSK30 માર્ચસોમવાર7:30 PMગુવાહાટી
PBKS vs GT31 માર્ચમંગળવાર7:30 PMમુલાનપુર
LSG vs DC1 એપ્રિલબુધવાર7:30 PMલખનઊ
KKR vs SRH2 એપ્રિલગુરુવાર7:30 PMકોલકાતા
CSK vs PBKS3 એપ્રિલશુક્રવાર7:30 PMચેન્નાઈ
DC vs MI4 એપ્રિલશનિવાર3:30 PMદિલ્હી
GT vs RR4 એપ્રિલશનિવાર7:30 PMઅમદાવાદ
SRH vs LSG5 એપ્રિલરવિવાર3:30 PMહૈદરાબાદ
RCB vs CSK5 એપ્રિલરવિવાર7:30 PMબેંગલુરુ
KKR vs PBKS6 એપ્રિલસોમવાર7:30 PMકોલકાતા
RR vs MI7 એપ્રિલમંગળવાર7:30 PMગુવાહાટી
DC vs GT8 એપ્રિલબુધવાર7:30 PMદિલ્હી
KKR vs LSG9 એપ્રિલગુરુવાર7:30 PMકોલકાતા
RR vs RCB10 એપ્રિલશુક્રવાર7:30 PMગુવાહાટી
PBKS vs SRH11 એપ્રિલશનિવાર3:30 PMમુલાનપુર
CSK vs DC11 એપ્રિલશનિવાર7:30 PMચેન્નાઈ
LSG vs GT12 એપ્રિલરવિવાર3:30 PMલખનઊ
MI vs RCB12 એપ્રિલરવિવાર7:30 PMમુંબઈ

Most Popular

To Top