ભારતમાં ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નો શેડ્યૂલ જાહેર થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચ 2026થી થશે અને 31 મે 2026 સુધી રમાશે. પ્રથમ તબક્કામાં 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે કુલ 20 મેચો વિવિધ શહેરોમાં રમાવાની છે. ટૂર્નામેન્ટનુ ઉદ્ઘાટન 28 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચથી થશે. બીજા દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થશે.
31 માર્ચે ગુજરાત ટાઈટન્સનો પ્રથમ મુકાબલો ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામે રમાશે. ત્યારબાદ 4 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મહત્વપૂર્ણ મેચ યોજાશે. ઉપરાંત 8 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે અને 12 એપ્રિલે લખનઊ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઈટન્સ રમશે.આ પ્રથમ 20 મેચો બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી, લખનઊ, ગુવાહાટી અને હૈદરાબાદ જેવા શહેરોમાં યોજાશે. મોટા ભાગની મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે કેટલાક દિવસોમાં 3:30 વાગ્યે બપોરની મેચો પણ રાખવામાં આવી છે. IPL 2026માં ફરી એકવાર 10 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે. શરૂઆતથી જ મોટા ટીમો વચ્ચે કડક સ્પર્ધા થવાની શક્યતા છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.
| મેચ | તારીખ | મુકાબલો | સ્થળ | સમય |
|---|---|---|---|---|
| 1 | 28 માર્ચ | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs સનરાઈઝર્સ હૈદરાબાદ | બેંગલુરુ | 7:30 PM |
| 2 | 29 માર્ચ | મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ | મુંબઈ | 7:30 PM |
| 3 | 30 માર્ચ | રાજસ્થાન રોયલ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | ગુવાહાટી | 7:30 PM |
| 4 | 31 માર્ચ | પંજાબ કિંગ્સ vs ગુજરાત ટાઈટન્સ | ન્યૂ ચંદીગઢ | 7:30 PM |
| 5 | 1 એપ્રિલ | લખનઊ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ | લખનઊ | 7:30 PM |
| 6 | 2 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ | કોલકાતા | 7:30 PM |
| 7 | 3 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ | ચેન્નાઈ | 7:30 PM |
| 8 | 4 એપ્રિલ | દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ | દિલ્હી | 3:30 PM |
| 9 | 4 એપ્રિલ | ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ | અમદાવાદ | 7:30 PM |
| 10 | 5 એપ્રિલ | સનરાઈઝર્સ હૈદરાબાદ vs લખનઊ સુપર જાયન્ટ્સ | હૈદરાબાદ | 3:30 PM |
| 11 | 5 એપ્રિલ | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs ચેન્નાઈ સુપર કિંગ્સ | બેંગલુરુ | 7:30 PM |
| 12 | 6 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઈડર્સ vs પંજાબ કિંગ્સ | કોલકાતા | 7:30 PM |
| 13 | 7 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ | ગુવાહાટી | 7:30 PM |
| 14 | 8 એપ્રિલ | દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઈટન્સ | દિલ્હી | 7:30 PM |
| 15 | 9 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઈડર્સ vs લખનઊ સુપર જાયન્ટ્સ | કોલકાતા | 7:30 PM |
| 16 | 10 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | ગુવાહાટી | 7:30 PM |
| 17 | 11 એપ્રિલ | પંજાબ કિંગ્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ | ન્યૂ ચંદીગઢ | 3:30 PM |
| 18 | 11 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ | ચેન્નાઈ | 7:30 PM |
| 19 | 12 એપ્રિલ | લખનઊ સુપર જાયન્ટ્સ vs ગુજરાત ટાઈટન્સ | લખનઊ | 3:30 PM |
| 20 | 12 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | મુંબઈ | 7:30 PM |