SURAT

ખાલી બોક્સમાં પેક કરી IMEI નંબરવાળા સ્ટીકર બનાવી વેચવાનું કૌંભાડ ઝડપાયું

સુરત : વિદેશથી આઈફોન (IPhone)કંપનીના મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ મંગાવી તેને ખાલી બોક્સમાં પેક કરી તેના પર IMEI નંબરવાળા સ્ટીકર બનાવી ગ્રાહકોને વેચવાનું રેકેટ (Recket) ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યું હતું. બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 238 નંગ આઈફોન મોબાઈલ તથા સમાર્ટ વોચ સહીત કુલ 92.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અડાજણ (Adajan) રૂષભ ચાર રસ્તા પાસે આવેલા સંગીની મેગનસ કોમ્પ્લેક્ષ ઓફીસ નંબર 314 ‘મોબી કેર સર્વિસીસ’ નામની ઓફીસમાં આઈફોન વેચાણ બાબતે મસમોટુ કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રેઈડ કરી ફઇમફારૂક મોતીવાલા તથા સઇદ ઇબ્રાહીમ પટેલ ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એપ્પલના 238 આઈફોન મોબાઇલ, તથા 61 સ્માર્ટ વોચ અને અન્ય એસેસરીઝ તેમજ લેપટોપ અને લેબલ પ્રિન્ટર મળી આવ્યું હતું.

પ્રિન્ટરની મદદથી સ્ટિકર પર પ્રિન્ટ કરીને બોક્સ પર લગાવતા હતા
આરોપીઓની પુછપરછ કરતા તેઓ ભાગીદારીથી ઓફીસ ચલાવતા હોવાની કબૂલાત કરી હતી. તથા વિદેશમાંથી લુઝ પેકીંગમાં આઈફોનના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોન મંગાવતા હતા. તે મોબાઇલ ફોનને વેચાણ કરવા માટે મુંબઇ તથા દિલ્હી ખાતેથી આઈફોનના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોનના ખાલી બોક્સ તથા બ્લેન્ક સ્ટિકર (કોરા સ્ટીકર) મંગાવતા હતા. લુઝ પેકીંગમાં આવેલા આઈફોનના IMEI નંબર તથા જરૂરી વિગત લેપટોપમાં ટાઇપ કરી લેબલ સ્ટિકર પ્રિન્ટરની મદદથી સ્ટિકર પર પ્રિન્ટ કરીને બોક્સ પર લગાવતા હતા. અને તેમા એસેસરીઝ નાખી તેને પેક કરી ગ્રાહકોને વેચતા હતા. પકડાયેલા મુદ્દામાલમાં 73.57 લાખના કુલ 238 આઈફોન અને 17.80 લાખની સ્માર્ટ વોચ કબજે લેવાઈ છે. આ સિવાય અલગ અલગ મોડેલના મોબાઈલ ફોનના 250 ખાલી બોક્સ મળી આવ્યા હતા.

અમરોલીમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું
સુરત: ગુજરાત એટીએસ અને સુરત એસઓજિ. દ્વારા આજે અમરોલી ખાતે આવેલા ક્રોસ રોડ 99 શોપિંગમાં રેઈડ કરવામાં આવી હતી. જેમાં લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના છ સભ્યોને રોકડા 16.26 લાખની બનાવટી ચલણી નોટો, 3.26 કરોડની ચિલ્ડ્રન બેંક નોટ, બનાવટી ગોલ્ડ તથા ચાંદીના 60 બિસ્કિટ અને બનાવટી આઈ.ડી. કાર્ડ સાથે ઝડપી પાડ્યા હતાં.
એ.ટી.એસ.ના પીઆઈ વી.એન.વાઘેલાને એક ચીટર ગેંગ સુરતથી નકલી નોટનું રેકેટ ચલાવતી હોવાની બાતમી મળી હતી. આ અંગે પોલીસ કમિશનરની મદદ માંગતા એસઓજિ. પીઆઈ એપી ચૌધરીને સુચના આપી તેમની ટીમની મદદ લઈને અમરોલી ક્રોસ રોડ 99 શોપીંગ્સમાં ઓફીસ નં.૩૦૪માં રેડ કરી હતી.

Most Popular

To Top