હરિયાણાના ગુરુગ્રામમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના પિતાએ ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી પિતા દીપક યાદવની ધરપકડ કરવામાં આવી છે. દીપકે રાધિકાની હત્યા એટલા માટે કરી કારણ કે તેને તેની પુત્રીની કમાણી ખાવા બદલ લોકો ટોણા મળી રહ્યા હતા જેથી તે તેની પુત્રી પર એકેડેમી બંધ કરવાનું દબાણ કરી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, ટેનિસ એકેડેમીને લઈને પિતા અને પુત્રી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, પિતા દીપક યાદવે પોતાની પુત્રીને એકેડેમી માટે 1.25 કરોડ રૂપિયા આપ્યા હતા. માત્ર એક મહિના પછી, તેમણે તેમની પુત્રી પર એકેડેમી બંધ કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.
છેલ્લા 15 દિવસથી ઘરમાં પિતા અને પુત્રી દરરોજ ઝઘડતા હતા. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકા ટેનિસ એકેડમી ચલાવતી હતી, જે સારી કમાણી કરતી હતી. જેને લઈ લોકો તેના પિતાને ટોણા મારતા હતા કે તે તેમની પુત્રીની કમાણી ખાઈ રહ્યો છે.
આ વાત સહન ન થતાં આરોપી પિતાએ તેને ટેનિસ એકેડેમી બંધ કરવા કહ્યું. પરંતુ, રાધિકા પિતાની વાત સાથે સંમત ન થઈ અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપી પિતા ગુસ્સે થઈ ગયો અને તેને પોતાનીજ પુત્રીને ગોળી મારી હત્યા કરી દીધી.
આરોપી પિતાની ધરપકડ:
પુત્રીની હત્યાના કેસમાં સેક્ટર-56 પોલીસે આરોપી પિતા દીપક યાદવની તેના ઘરેથી ધરપકડ કરી હતી અને હત્યામાં વપરાયેલી લાઇસન્સવાળી પિસ્તોલ પણ જપ્ત કરી હતી.
ખોટા અભિમાન ખાતર કરી પુત્રીની હત્યા:
આરોપી પિતા દીપક યાદવે પોતાની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી પુત્રી રાધિકા યાદવની હત્યા ફક્ત એટલા માટે કરી કારણ કે તેને લોકો તેની પુત્રીની કમાણી ખાવા બદલ ટોણા મારતા હતા. જેથી ખોટા અભિમાન ખાતર, તા.10જુલાઇ ગુરુવારે બપોરે તેની પુત્રીને ત્રણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના સમયે, પુત્રી રસોડામાં રસોઈ બનાવી રહી હતી.
લોકોના ટોણાથી કંટાળી ગયો હતો, દિપક:
દીકરીની કમાણી ખાવાના લોકોના ટોણાથી કંટાળીને, પિતા દીકરી રાધિકા પર એકેડેમી બંધ કરવા દબાણ કરી રહ્યા હતા, પરંતુ રાધિકા આ માટે તૈયાર નહોતી. છેલ્લા 15 દિવસથી બંને આ મુદ્દા પર ઝઘડી રહ્યા હતા.ગુરુવારે, આ વિવાદમાં દીપકે પોતાની દીકરીની હત્યા કરી લોહીથી પોતાના હાથ રંગી નાખ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપક યાદવ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. તે કોઈપણ વાત પર ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.
ઘટના સમયે અન્ય પરિવારના સભ્યો ક્યાં હતા?
તમને જણાવી દઈએ કે જે સમયે દીપકે આ ગુનો કર્યો તે સમયે રાધિકાનો ભાઈ, માતા અને કાકા કુલદીપનો પરિવાર ઘરમાં નીચેના માળે બેઠા હતા.
ગોળીનો અવાજ આવતા તેઓ ઉપર દોડી આવ્યા હતા. ગોળી વાગ્યા બાદ, રાધિકાને લોહીલુહાણ હાલતમાં મેરિન્ગો એશિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બપોરે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સ્ટેશનને મેરિન્ગો હોસ્પિટલથી જ હત્યાની માહિતી મળી હતી.
પોલીસ તપાસમાં પિતાએ કહ્યું કે, ‘તેને તેની પુત્રી પર ગર્વ હતો, પરંતુ ટોણા તેને દુઃખી કરી રહ્યા હતા’.