Gujarat

અમદાવાદ જિલ્લાના ૩,૨૮૩ MSME એકમોને ૬,૨૮૩ લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ

અમદાવાદ જિલ્લામાં ૫.૮૫ લાખ સૂક્ષ્મ, ૧૩,૦૨૯ લઘુ અને ૧,૨૧૮ મધ્યમ એકમો મળી કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા

ગાંધીનગર, તા. 9

આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨ હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાય આપવાની યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૩,૨૮૩ અરજીઓ મંજૂર કરીને તેમને કુલ રૂ. ૬૨૮૩.૨૦ લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

વિધાનસભામાં રજુ કરેલી માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. જેમાં ૫,૮૫,૧૭૫ સૂક્ષ્મ એકમો, ૧૩,૦૨૯ લઘુ એકમો અને ૧,૨૧૮ મધ્યમ એકમો નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલા ક્લેઇમ અરજીઓમાં અમદાવાદ તાલુકામાં લાભાર્થીઓને રૂ. ૩૫૦૧.૬૭ લાખ, દસક્રોઈમાં રૂ. ૧૮૨૦.૬૩ લાખ, સાણંદમાં રૂ. ૬૪૪.૮૫ લાખ, બાવળામાં રૂ. ૨૬૨.૨૦ લાખ, ધંધુકામાં રૂ. ૪૦.૨૧ લાખ તેમજ વિરમગામ તાલુકામાં રૂ. ૧૩.૬૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન અમદાવાદ જિલ્લામાં MSME ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું છે.

Most Popular

To Top