કોરોના (CORONA) હોય કે કોઈ મોટી કુદરતી આફત હોય, સુરત શહેરે અત્યાર સુધી તમામ આફતોનો અડગતાથી સામનો કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. કોરોનાની મહામારી સામે ઝઝુમ્યા પછી આવનારા 2021 ના નવા વર્ષ (NEW YEAR)માં પણ સુરતીઓ ખડે પગે તમામ આફતોનો સામનો કરી શકે અને મજબુતાઈથી ટકી શકે તે હેતુસર સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરની ઓળખ (IMAGE) અને પ્રેરણારૂપ (INSPIRATIONAL) શહેરનું સૌથી મોટું સ્કલ્પચર તૈયાર થવા જઈ રહ્યું છે.
‘સિટી ઓફ એસ્પીરેશન’ (CITY OF ASPIRATION) ના નામે બનનાર આ 40 ફૂટ ઉંચું ધોડાના આકારનું સ્કલ્પચર શહેરના વેસુ વિસ્તારના વીઆઈપી રોડ સર્કલ પર મુકાશે. સુરત શહેરનું આ 57 મું સૌથી મોટું સ્કલ્પચર છે જે વેસ્ટમાંથી બેસ્ટની પધ્ધતિથી તૈયાર થશે અને શહેરવાસીઓેને નવા વર્ષે ગિફ્ટ કરાશે. ‘સપનો કી ઉડાન કા શહેર’ ગણાતા સુરતમાં શિવાજીના ઘોડા ‘ચેતક’ ની જેમ શહેરવાસીઓ પણ દરેક તકલીફો સામે ઝઝૂમીને બહાર આવી શકે તેવા મેસેજ સાથે આ સ્કલ્પચર તૈયાર થઈ રહ્યું છે.
32 લાખના ખર્ચે તૈયાર થશે સ્કલ્પચર
સિટી ઓફ એસ્પિરેશનના નામે તૈયાર થઈ રહેલા 40 ફૂટ ઉંચા લોખડના ઘોડા આકારના સ્ક્લપચર પાછળ 32 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. 12 એમએમ ના લોકંડના પાઈપને કટ કરીને તેમાંથી 30 થી 40 એમએમની પ્લેટોનું સ્ટ્રક્ચર વર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં અંદરની બાજુ 2 બાય 2 ઈંચની લોખંડની પટ્ટીનો બેઈઝ બનાવવામાં આવ્યો છે. આ સ્ક્લપચરનું વજન 35 લાખ છે. સ્કલ્પચર (SCULPTURE) તૈયાર થયા બાદ તેના પર કાટ ન લાગે તે માટે બ્લેક કલરનું કોટીંગ કરાશે.
સ્કલ્પચરની આજુબાજુ 6 સેલ્ફી પોઈન્ટ બનાવાશે.
સુરતમાં બની રહેલા સૌથી ઉંચા સ્કલપચરને એક વિઝિટર પ્લેસ તરીકે ડેવલપ કરાશે. સ્ક્લપચરની આજુબાજુ છ દિશામાં છ સેલ્ફી પોઈન્ટ (SELFIE POINT) બનાવાશે. જેથી લોકો સ્કલ્પચર સાથે દુરના અંતરેથી સેલ્ફી લઈ શકે. ધોડા (HORSE)ના આકારનું આ સ્કલ્પચર શહેરની ઓળખ બની રહેશે.
સુરત જ નહીં આ ગુજરાતનું સૌથી ઉંચું સ્ક્લપચર હશે – શની
સ્કલ્પચર આર્ટીસ્ટ શનિ ભાઈએ જણાવ્યું હતું કે ‘સિટી ઓફ એસ્પિરેશનના નામે બનનાર આ સ્કલ્પચર ફક્ત સુરત શહેરનું જ નહીં પણ ગુજરાતનું સૌથી મોટું સ્કલ્પચર હશે. જે રીતે સુરત શહેર છેલ્લા એક વર્ષથી કોરોના સામે લડીને બહીર આવ્યું છે તે જ રીતે સુરતીઓમાં હંમેશા દરેક આફતો સામે લડવાની શક્તિ જળવાઈ રહે તેવા મેસેજ (MESSAGE) સાથે આ સ્કલ્પચર સુરતીઓને નવા વર્ષે ભેટ કરાશે. આ સ્ક્લપચરને વિઝીટીંગ પોઈન્ટ તરીકે પણ ડેવલપ કરાશે.’
સુરત શહેરના લવ બર્ડ્સ માટે જાણીતા પીપલોદના લેકલ્યુ ગાર્ડનને નવા વર્ષે સુરત મહાનગર પાલિકા દ્વારા લવ બર્ડસ ભેંટ કરાશે. શહેરના લેકવ્યું ગાર્ડન (LAKE VIEW GARDEN)ના કિનારે નવા વર્ષે 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું 22 ફૂટ ઉંચું સારસની જોડીનું સ્ક્લપચર મુકાશે. ‘અમર પ્રેમ’ ના નામે મુકવામાં આવતું આ સ્કલ્પચર ગાર્ડન માટે પ્રેમના પ્રતીકરૂપ બની રહેશે. આ સ્કલ્પચરને લેકવ્યુ ગાર્ડનની એન્ટ્રીની જગ્યા પર ગાર્ડનના કીનારે મુકવામાં આવશે.
સારસના સ્કલ્પચરને પ્રેમના પ્રતિક તરીકે ડેવલપ કરાશે
સ્કલ્પચર આર્ટીસ્ટ શનિભાઈએ જણાવ્યું હતું કે ‘શહેરના લેકવ્યુ ગાર્ડનને પ્રેમના પ્રતીક (SYMBOL OF LOVE) તરીકે વિકસાવવાના હેતુસર ગાર્ડનમાં સારસ પક્ષીની જોડીનું સ્કલ્પચર મુકાશે. આ સ્કલ્પચર ફાઈબર ગ્લાસમાંથી બનાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે સારસ પક્ષીની જોડીમાંથી કોઈ એક પક્ષી મૃત્યુ પામે તો બીજું આપોઆપ મરી જાય છે. તે જ રીતે આ સ્કલ્પચરમાં પણ બંને જુદા-જુદા સારસના સ્કલ્પચરની વચ્ચેથી એક લોખંડનો પાઈપ પસાર કરવામાં આવ્યો છે. જેથી બંને પક્ષીઓ એકબીજા સાથે જોડાઈને ઉભા રહી શકે.’