National

આઝાદીના પર્વની ઉજવણી વચ્ચે ઇન્દોરમાં બૉમ્બ બ્લાસ્ટ, 2ના મોત

મધ્યપ્રદેશ(Madhya Pradesh): એક તરફ દેશમાં આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણી વચ્ચે ઇન્દોર(Indor)માં બોમ્બ બ્લાસ્ટ( Bomb blast)ની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે પક્ષો વચ્ચેના વિવાદ બાદ બોમ્બ વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ધટના ઈન્દોરના બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા વિસ્તારમાં બની હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

ભીડ વચ્ચે કર્યો બોમ્બ બ્લાસ્ટ
મળતી માહિતી અનુસાર, બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા ગામમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ત્યારે એક યુવક બોમ્બ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગ્રામજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. ત્યારે આ યુવક ભીડની વચ્ચે પહોંચ્યો અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર જે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તે સેનાની ફાયરિંગ રેન્જમાં છોડી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હોવાનું કહેવાય છે કે આસપાસના ગામોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરનાર યુવક પણ તેની ઝપેટમાં આવી ગયો અને તેનું મોત નીપજ્યું હતું.

બોમ્બ ફેંકનાર બાળકનું મોત
મદદનીશ પોલીસ અધિક્ષક (એએસપી) શશિકાંત કંકણેએ જણાવ્યું હતું કે, “રવિવારે સાંજે, 12 વર્ષનો બાળક વૈભવ આર્મીની બેરછા ફાયરિંગ રેન્જમાં વપરાયેલ બોમ્બ લાવ્યો હતો અને લડાઈ દરમિયાન તેને ભીડની વચ્ચે ફેંકી દીધો હતો. અચાનક બોમ્બ બ્લાસ્ટ થતા ચકચાર મચી જવા પામી હતી. બોમ્બ બ્લાસ્ટમાં બોમ્બ ફેંકનાર બાળક વૈભવનું મૃત્યુ થયું હતું. બોમ્બ વિસ્ફોટ થયો હતો. જ્યારે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે, જેમને મહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top