ઇન્ડોનેશિયા : ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તરી સુમાત્રામાંઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. સોમવારે સાંજે 4.10 કલાકે ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો રિક્ટર સ્કેલ (Richter scale) ઉપર નોંધાયો હતો.જો કે હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે ભૂકંપ સવારે 04:10 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 10 કિમી નોંધાઈ હતી. 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જોકે ભૂકંપના પગલે હાલ તો કોઈ કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
- સાંજે 4.10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
- ઈન્ડોનેશિયા એ ભૂકંપ અતિ સંવેદન સીલ વિસ્તાર છે
- અહીંના ક્ષેત્રમાં હંમેશા ભૂકંપ અને સુનામીનો ભય રહે છે
4.2ની તીવ્રતાનો ભૂકંપ
ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં સોમવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એમ દેશની હવામાનશાસ્ત્ર અને જીઓફિઝિક્સ એજન્સી એ માહિતી આપતા કહ્યું હતું. BMKGએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. જોકે પ્રાંતના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બાદ લોકો તરત જ જીવ બચ્ચવવા માટે ઘરની બહાર આવી ગયા હતા.
સાંજે 4.10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
BMKGએ જણાવ્યું કે આ ભૂકંપના આંચકાઓ સોમવારે સાંજે 4.10 કલાકે અનુભવાયા હતા. જો કે તેમણે કહ્યું કે ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી તેવું પણ જણાવ્યું હતું. પરંતુ અહીંના પર્વતીય વિસ્તારોમાં સંભવિત ભૂસ્ખલનની ચેતવણી આપવામાં છે.
ઈન્ડોનેશિયા એ ભૂકંપ અતિ સંવેદન સીલ વિસ્તાર છે
ઈન્ડોનેશિયા એ ભૂકંપની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે. અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. એટલું જ નહીં ઈન્ડોનેશિયામાં ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામી જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોઈ તેવું પણ જોવા મળે છે. જેના કારણે અહીંના ક્ષેત્રમાં હંમેશા ભૂકંપનો ભય રહે છે.