Sports

વિરાટ કોહલીનો પત્ની અનુષ્કા સામે ખુલાસો, બે પેગ પીને આખી રાત નાચતો હતો

નવી દિલ્હીઃ સ્ટાર ભારતીય બેટ્સમેન (Indian batsman) વિરાટ કોહલી આજે વિશ્વના સૌથી ફિટ સ્પોર્ટ્સપર્સનમાંથી (fit sportsperson) એક છે. પોતાની ક્લાસિક બેટિંગ માટે જાણીતા વિરાટની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે, તેણે તાજેતરમાં જ પોતાની પત્ની અનુષ્કા શર્માની હાજરીમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ એવોર્ડ્સની રેડ કાર્પેટ પર એવો ખુલાસો કર્યો હતો કે હું પહેલા બે પેગ પીને આખી રાત પાર્ટીમાં નાચતો રહેતો હતો, જો કે હવે હું પીતો નથી.

આ કાર્યક્રમમાં વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે એક રસપ્રદ રેપિડ-ફાયર રાઉન્ડ કર્યો હતો. કપલને પૂછવામાં આવ્યું હતું કે ડાન્સ ફ્લોર પર સૌથી વધુ કોણ ડાન્સ કરે છે? જેના પર અનુષ્કાએ કોહલી તરફ ઈશારો કર્યો હતો. તેના જવાબથી કોહલી ચોંકી ગયો અને તેણે પૂછ્યું, હું, અને ડાન્સ!. તે પછી કોહલીએ પોતાના જૂના દિવસોને યાદ કરતા રસપ્રદ વાત કહી હતી કે હવે હું પીતો નથી, પણ પહેલા પાર્ટીમાં હું બે પેગ પીધા પછી આખી રાત ડાન્સ કરતો. પહેલા હું રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતો, પાર્ટી કરતો, પણ હવે એવું નથી. હવે હું રાત્રે 9.30 વાગ્યે જ સૂઈ જાવ છું. અનુષ્કાએ પણ વિરાટની વાતને ટેકો આપતા કહ્યું કે હવે વામિકાના જન્મ પછી લેટ નાઈટ પાર્ટી શક્ય નથી. બાળક થયા પછી તમે ખૂબ સામાજિક ન બની શકો.

રોહિત શર્માએ દૂધ વેચીને ક્રિકેટ કિટ ખરીદવા માટે પૈસા ભેગા કરતો હતો
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રોહિત શર્મા હાલમાં તેની કેરિયરમાં ટોચ પર છે પણ રોહિતની હિટમેન બનવા સુધીની સફર બિલકુલ સરળ નહોતી. તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે સખત મહેનત અને સંઘર્ષ કર્યો છે. ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પ્રજ્ઞાન ઓઝાએ રોહિતની આકરી મહેનતનો ખુલાસો કરતાં કહ્યું છે કે રોહિત શર્માએ એક સમયે ગલીઓમાં દૂધ વેચીને પોતાની કિટ માટેના પૈસા ભેગા કર્યા હતા.

રોહિત શર્માની ઇન્ટરનેશનલ કેરિયર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. રોહિતના સાથી ખેલાડી પ્રજ્ઞાન ઓઝાએ જિયો સિનેમાના એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો કે રોહિત કેવી રીતે લોકોના ઘરે દૂધ પહોંચાડતો હતો. ઓઝાએ કહ્યું હતું કે રોહિત એક મધ્યમ-વર્ગીય પરિવારમાંથી હતો, મને યાદ છે કે એક વખત તે કહેતી વખતે ભાવુક થઈ ગયો હતો કે કેવી રીતે તેની ક્રિકેટ કિટનું બજેટ ખૂબ જ મર્યાદિત હતું અને તેના માટે દૂધની થેલીઓ પણ લોકોના ઘરે પહોંચાડી છે. હવે જ્યારે હું તેને જોઉં છું ત્યારે મને ખૂબ ગર્વ થાય છે. તેની સફર કેવી રીતે શરૂ થઈ અને તે હવે ક્યાં પહોંચી ગઈ છે.

Most Popular

To Top