Sports

ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત કબડ્ડી વર્લ્ડ કપ ચેમ્પિયન બની

ઢાકામાં યોજાયેલા મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચાઇનીઝ તાઇપેઈને 35-28થી હરાવી સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન બની છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમ અપરાજેય રહી અને દરેક મુકાબલે પોતાનું પ્રભુત્વ જમાવ્યું.

મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં શરૂઆતથી અંત સુધી ભારતનો સંપૂર્ણ દબદબો રહ્યો હરો. ગ્રુપ સ્ટેજમાં ટીમે બધી મેચ જીતી ટોપ પર રહી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં ભારતે મજબૂત ઈરાનને 33-21થી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું.

ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈ સામે ભારતે મજબૂત ડિફેન્સના આધારે 35-28થી જીત મેળવી ચેમ્પિયન બન્યું. આ જીત સાથે ભારતે સતત બીજી વખત વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો છે. જે મહિલા કબડ્ડીમાં ભારતની ઝડપથી વધી રહેલી શક્તિનો પુરાવો છે.

ચાઇનીઝ તાઇપેઈએ પણ તેની બધી ગ્રુપ મેચ જીતી હતી અને સેમિફાઇનલમાં યજમાન બાંગ્લાદેશને 25-18થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમ છતાં ફાઇનલમાં ભારતે તેમને સંપૂર્ણ રીતે પાછળ રાખી જીત હશીલ કરી. ભારતની જીત પર ખેલ જગતની પ્રતિક્રિયા

હરિયાણા સ્ટીલર્સના મુખ્ય કોચ મનપ્રીત સિંહે ભારતીય મહિલા કબડી ટીમની ખુબ જ વખાણ કર્યા તેમણે કહ્યું “મહિલા ટીમે એવું પ્રદર્શન કર્યું છે જેના પર સમગ્ર દેશ ગર્વ અનુભવે છે. તેમનો આત્મવિશ્વાસ કોર્ટેની સમજ અને ટીમવર્ક અત્યંત ઉત્તમ હતું. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંનેને અનેક અભિનંદન.”

પુણેરી પલટનના મુખ્ય કોચ અજય ઠાકુરે પણ ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે “ઢાકામાં સતત બીજો વર્લ્ડ કપ જીતવો એ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ટીમે ગ્રુપ રાઉન્ડથી ફાઇનલ સુધી જે દબદબો જમાવ્યો તે દર્શાવે છે કે છેલ્લા વર્ષોમાં મહિલા કબડ્ડીએ કેટલી પ્રગતિ કરી રહી છે.”

આ વર્ષે 11 દેશોએ મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જેને મહિલા કબડ્ડીની વધતી લોકપ્રિયતા અને વૈશ્વિક સ્તરે તેની ઝડપી વૃદ્ધિનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ભારતની આ જીતે આ વિશ્વ સ્તરીય ટુર્નામેન્ટમાં ફરી દેશનું નામ રોશન કર્યું છે.

Most Popular

To Top