નવી દિલ્હી : ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના માજી કેપ્ટન અને ટીમની દિવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ (RAHUL DHRAVID)ના મતે ઇંગ્લેન્ડના પ્રવાસ (ENGLAND VISIT)માં ભારતીય ટીમ પાંચ ટેસ્ટની સીરિઝ (TEST SERIES) 3-2થી જીતી શકે છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતનારા છેલ્લા કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ભારતીય ટીમના હાલના પ્રવાસમાં યુકે સામે 2007 પછી સીરિઝ જીતવાની શ્રેષ્ઠ તક આવી છે.
એક સ્પોર્ટસ વેબસાઇટ પર વેબિનાર દરમિયાન રાહુલ દ્રવિડે કહ્યું હતું કે મારા મતે આ વખતે ભારતીય ટીમ પાસે સારી તક છે. હાલના સમયે બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકડમી (એનસીએ)ના ચીફ તરીકે કાર્યરત દ્રવિડે કહ્યું હતું કે આ રસપ્રદ સીરિઝ દરમિયાન રવિચંદ્રન અશ્વિન વિ. બેન સ્ટોક્સ વચ્ચેને પેટા પ્લોટ પણ મજેદાર બની રહેશે. ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણ અંગે કોઇ સવાલ કરવા જેવા નથી. ઇંગ્લેન્ડ કેવા પ્રકારનું બોલિંગ આક્રમણ ઉતારે છે, ખાસ કરીને તેમનું ઝડપી બોલિંગ આક્રમણ તે જોરદાર બની રહેશે. તેમની પાસે ઘણાં ખેલાડી છે જેને તેઓ લેવા માગશે અને તે એકદમ રોમાંચક બની જશે એવું દ્રવિડે કહ્યું હતું. પણ જો તમે તેમના ટોપ સિક્સ કે ટોપ 7 તો તેમાં તમને જો રૂટના રૂપમાં એક શ્રેષ્ઠ બેટ્સમેન જોવા મળે છે.
ચોક્કસપણે બેન સ્ટોક્સ પણ બીજો એક એવો ખેલાડી છે કે જે સારો ઓલરાઉન્ડર છે. પણ કેટલાક કારણોસર અશ્વિન તેની સામે સારું કરી શકે છે અને તે એક રસપ્રદ સ્પર્ધા બની રહેશે. પણ જો ભારતીય ટીમને ધ્યાને લેવામાં આવે તો ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય પછી તેમણે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની સીરિઝ જીતી છે, અને તેના કારણે તેમની પાસે સારી તક છે. મારા મતે ઓસ્ટ્રેલિયામાંથી મળેલા આત્મવિશ્વાસને કારણે ભારતીય ટીમ સારી રીતે તૈયાર છે. ભારતીય ટીમમાં કેટલાક એવા ખેલાડી છે જેઓ ઇંગ્લેન્ડમાં બેટિંગ કરવાનો અનુભવ ધરાવે છે અને તેથી ભારતીય ટીમની તક વધી છે.