Business

ભારતીય શેર બજારોએ કરી ધમાકેદાર શરૂઆત, નિફ્ટી ઓલટાઇમ હાઇ, સેન્સેક્સ 75000ને પાર

નવી દિલ્હી: શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય શેરબજાર (Indian stock market) સર્વકાલીન ઊંચા સ્તરે ખુલ્યું હતું. તેમજ બજારના તમામ મુખ્ય સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા હતા. ટ્રેડિંગની (Trading) શરૂઆત સાથે જ નિફ્ટીએ નવો ઓલ ટાઈમ હાઈ પોઇન્ટ બનાવ્યો હતો.

નિફ્ટીએ 22,787 પોઈન્ટનો નવો ઓલ ટાઈમ હાઈ પોઇન્ટ બનાવ્યો હતો. સેન્સેક્સ તેની સર્વકાલીન ઊંચાઈથી થોડા જ પોઈન્ટ દૂર હતો. તેમજ BSE સેન્સેક્સ 446 પોઈન્ટ અથવા 0.60 ટકા વધીને 75,057 પોઈન્ટ પર હતો અને નિફ્ટી 128 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 22,782 પોઈન્ટ પર હતો.

3 મે શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી NSE પર 1531 શેર લીલા નિશાનમાં અને 463 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. તેમજ સ્મોલકેપ અને મિડકેપ બંને સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા હતા. આ સાથે જ ઓટો, પીએસયુ, ફિન સર્વિસ, ફાર્મા, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, મીડિયા, એનર્જી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

નિફ્ટી શેરની બજાર સ્થિતિ
નિફ્ટીએ નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો અને તેના શેર્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. ત્યારે શેર બજાર ઓપનિંગ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને માત્ર 8 શેર જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આ સાથે બજાજ ફાઇનાન્સના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ વધારો RBI તરફથી કંપનીને રાહતના સમાચાર બાદ જોવા મળ્યો હતો. ઓપનિંગ બાદ શેરમાં 410 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. આવી જ રીતે, બજાજ ફિનસર્વ પણ જબરદસ્ત વૃદ્ધિ સાથે ટ્રેડિંગ કરી હતી અને સાડા ચાર ટકાથી વધુ ઉછળી છે. બાકીના શેરોમાં ઓએનજીસી, એનટીપીસી અને શ્રીરામ ફાઈનાન્સમાં મજબૂતી જોવા મળી હતી.

ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સ પેકમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, એક્સિસ બેંક, ટીસીએસ, સન ફાર્મા, ટાટા મોટર્સ, એસબીઆઈ, પાવર ગ્રીડ, એમ એન્ડ એમ, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન કંપની, ઈન્ફોસીસ, ઈન્ડસ ઈન્ડ. બેન્ક, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, એચયુએલ, એચડીએફસી બેન્ક અને આઈટીસી નો ગેનર્સની યાદીમાં સમાવેશ થયો હતો. તેમજ ભારતી એરટેલ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા અને નેસ્લે લૂઝર્સની યાદીમાં હતા.

Most Popular

To Top