Business

ભારતીય શેર બજારની મંગળ શરુઆત, સેન્સેક્સ 75,500ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indianstock market) આજે મંગળ શરૂઆત જોવા મળી હતી. તેમજ સેન્સેક્સ-નિફ્ટી (Sensex) ઉછાળા સાથે ખુલ્યા હતા. નિફ્ટી (Nifty) ફરી 23,000ના સ્તરે પહોંચવાની તૈયારીમાં હતો. BSEનું માર્કેટ કેપ રૂ. 420.23 લાખ કરોડ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 0.12 ટકા અથવા 27.35 પોઈન્ટના વધારા સાથે 22,959 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 14 શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા અને 16 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર લીલા નિશાન પર, 21 શેર લાલ નિશાન પર અને 1 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આ સાથે જ પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક અને રિયલ્ટી સેક્ટરની સાથે બેંક, ઓટો, આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ફાર્મા ઈન્ડેક્સ 0.83 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને હેલ્થકેર ઈન્ડેક્સ 0.73 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો
નિફ્ટી પેક શેર્સમાં ડિવિસ લેબમાં 2.90 ટકા, હિન્દાલ્કોમાં 2.06 ટકા, ડૉ. રેડ્ડીઝમાં 1.72 ટકા, HDFC લાઇફમાં 1.36 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.08 ટકાનો પ્રારંભિક વેપારમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સમાં 1.29 ટકા, ટેક મહિન્દ્રામાં 1.09 ટકા, બજાજ-ઓટોમાં 0.57 ટકા, ITCમાં 0.46 ટકા અને આઇશર મોટર્સમાં 0.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી રિયલ્ટીમાં 1.41 ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.21 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.26 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.08 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.59 ટકા, નિફ્ટી મીડિયામાં 0.06 ટકા, નિફ્ટી આઈટીમાં 0.31 ટકા, નિફ્ટી બેન્કમાં 0.04 ટકા, નિફ્ટી ઓટોમાં 0.28 ટકા અને નિફ્ટી એફએમસીજીમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.09 ટકા, નિફ્ટી મેટલમાં 0.39 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.75 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.62 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બજારનું સર્વકાલીન ઉચ્ચ સ્તર કેટલું હતું?
સોમવારે એટલે કે ગઈકાલે સેન્સેક્સ-નિફ્ટીએ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી બનાવી હતી. BSE સેન્સેક્સની ઐતિહાસિક ઉચ્ચ સપાટીએ 76,009.68 હતું અને NSE નિફ્ટીની સર્વકાલીન ઉચ્ચતમ 23,110.80 હતી.

Most Popular

To Top