Business

ભારતીય શેરબજારમાં તેજી: નિફ્ટએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઉછળ્યો

નવી દિલ્હી: શેરબજારની (Stock market) શરૂઆત આજે 21 જૂનના રોજ ઉછાળા સાથે થઈ હતી. ત્યારે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી (Nifty) ઓલ ટાઈમ હાઈ (All time high) સ્તરે પહોંચી હતી. તેમજ સેન્સેક્સ (Sensex) પણ તેના ઉચ્ચ સ્તરના રેકોર્ડની નજીક પહોંચ્યો હતો. પરંતુ નવી ઊંચી સપાટી બનાવવાનું ચૂકી ગયો હતો. આમ છતા સેન્સેક્સ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ હતી. આજે એટલે કે 21 જૂને બંને બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા હતા. જેમાં BSE સેન્સેક્સ 250.55 પોઈન્ટ (0.32%) ના વધારા સાથે 77,729.48 ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 94.15 પોઇન્ટ (0.40%) ના વધારા સાથે 23,661.15 ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 329.52 પોઈન્ટ વધીને 77,808.45 પર અને નિફ્ટી 100.1 પોઈન્ટ વધીને 23,667.10ની નવી સપાટીએ પહોંચ્યા હતા.

નિફ્ટી નવા હાઈ રેકોર્ડે
NSE નિફ્ટીએ આજે ​​23,667.10ના નવા રેકોર્ડ સાથે ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. NSEના એડવાન્સ-ડિક્લાઈન રેશિયો પર નજર કરીએ તો 1435 શેરમાં વધારો અને 239 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 250.55 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 77,729.48 ના સ્તર પર ખુલ્યો હતો. તેમજ NSEનો નિફ્ટી 94.20 પોઈન્ટ અથવા 0.40 ટકાના વધારા સાથે 23,661 પોઇન્ટ પર ખુલ્યો હતો.

સેન્સેક્સ શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં વધારો અને 15માં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ભારતી એરટેલ 2.36 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યો હતો. તેમજ ઈન્ફોસિસ 2.10 ટકા, ટીસીએસ 1.77 ટકા, એચસીએલ ટેક 1.53 ટકા, ટેક મહિન્દ્રા 1.20 ટકા અને વિપ્રો 1.19 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં હતા. આ સાથે જ HUL 1.23 ટકા અને HUL 1.18 ટકા ઘટ્યો હતો. ટાટા સ્ટીલમાં પણ 1.18 ટકા અને બજાજ ફાઇનાન્સમાં 1.03 ટકા જ્યારે નેસ્લેમાં 0.85 ટકાનો ઘટાડો થયો હતો.

નિફ્ટી શેર અપડેટ
નિફ્ટીના 50 શેરોમાંથી 30 ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 20 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટોપ ગેઇનર્સમાં ભારતી એરટેલ, LTI માઇન્ડટ્રી, ઇન્ફોસિસ, TCS અને હિન્દાલ્કોના શેર 2.39-1.54 ટકાની રેન્જમાં હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 436.97 લાખ કરોડ થયું હતું. તેમજ BSE પર 3648 શેરનો વેપાર થઈ રહ્યો હતો અને 2023 શેરમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે 1461 શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 164 શૅર કોઈ ફેરફાર વિના ટ્રેડ થઈ રહ્યા હતા.

Most Popular

To Top