National

હવે ટ્રેનમાં રાત્રી મુસાફરી મોંઘી પડી શકે છે, મુસાફરોને 20% વધુ ભાડું ચૂકવવું પડશે!

ભારતીય રેલવે(Indian railway) તરફથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજો આવી શકે છે. રેલવે હવે રાત્રી ટ્રેનો (night train)માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી 10 થી 20 ટકા વધારે ભાડુ લઈ શકે છે. અધિકારીઓએ રેલવેની આવક વધારવા માટે રેલવે મંત્રાલયને (ministry of railway) આ સૂચન આપ્યું છે, જેના પર માર્ચના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવશે.

કોરોનના કપરા સમય બાદ રેલવેને થયેલ ખોટને પહોંચી વળવા વિવિધ વિકલ્પ તપાસવામાં આવી રહ્યા છે ત્યારે રેલ્વે અધિકારીઓએ મંત્રાલયને જણાવ્યું હતું કે, ભોપાલથી રાત્રે દિલ્હી અને મુંબઇ જતા મુસાફરોને વધુ સુવિધા મળે છે. આ કારણોસર, રેલવે તેમનાથી નાઇટ જર્નીના નામે સ્લીપર કેટેગરીમાં 10%, એસી -3 માં 15% અને એસી -2 માં અને એસી -1 કેટેગરીમાં 20% વધુ પડતું ભાડું લઈ શકે છે.

હકીકતમાં, ગયા વર્ષે, કોરોના કાળમાં તમામ સરકારી ખાતાઓમાં વિવિધ સ્તરે સરકારને ફટકો પડ્યો હતો, સાથે જ સરકારે ચેપનો ફેલાવો રોકવા માટે, ટ્રેનોનું સંચાલન લગભગ છ મહિના માટે બંધ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી રેલ્વેની આર્થિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડી હતી, ત્યારબાદ રેલવેએ તેમની આવકના સ્ત્રોતોમાં વધારો કરવા માટે વિવિધ ઝોનમાંથી રેલ્વે સૂચનો માંગ્યા હતા. આવી સ્થિતિમાં, એવું સૂચન કરવામાં આવ્યું હતું કે જ્યારે મુસાફરો રાત્રે મુસાફરી કરવાનું પસંદ કરે છે, ત્યારે રેલવેએ તે મુજબ જ ભાડું લેવું જોઈએ. આ કરવાથી તેની આવક વધશે. આ સાથે મુસાફરોની સુવિધા વધારવા માટે નાણાં પણ એકઠા કરવામાં આવશે. આ સૂચવે છે કે આમ કરવાથી રેલ્વેને યોજનાઓ પૂર્ણ કરવામાં પણ મદદ મળશે જે ભંડોળના અભાવને કારણે અટકી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાત્રી મુસાફરી કરાતી ટ્રેનોમાં આંતર રાજ્ય ટ્રેનોમાં તો આ શક્યતા છે જો કે લાંબા અંતરની ટ્રેન માટે પણ રેલવે દ્વારા કોઈક ચોક્કસ વિકલ્પ તપાસવા રહ્યા જેથી આવનાર સમય માટે આ તમામ ટ્રેનો દ્વારા પણ રેલવેને આવક થઇ શકે અને અવિતર ચાલતી ભારતીય રેલવેને ફરીથી એજ આવક સાથે લોકોને આપવામાં આવતી સુવિધાઓમાં પણ વધારો કરવાની એક તક મળી શકે.

એટલું જ નહીં, રેલ્વે બોર્ડને એવા સૂચનો પણ મળ્યા છે કે તેણે બેડરોલનું ભાડું પણ 60 રૂપિયા વધારવું જોઈએ. કેટલાક રેલ્વે અધિકારીઓએ તેમના સૂચન મુજબ દલીલ કરી હતી કે છેલ્લા 10 વર્ષ દરમિયાન બેડરોલ ધોવા પાછળ 50 ટકા સુધીનો વધારો થયો છે, પરંતુ બેડરોલના ભાડા પર મહત્તમ રૂ. 25 જેટલી જ વધારો કરવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top