National

ભારતની આ સોશિયલ મીડિયા એપે મહિલાઓ માટે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: ભારતની (India) શોર્ટ સોશિયલ મીડિયા એપ (Short Social Media App) ચિંગારીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેઓ પોતાની કંપનીમાં (Company) કામ કરનારી તમામ મહિલા કર્મચારીઓનો 2 દિવસની પેડ લીવ આપશે. જેના કારણે કંપનીનો આ નિર્ણય સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાઓને એક સારી વર્ક લાઈફ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપનીની અનોખી પહેલથી કંપનીની તમામ મહિલા કર્મચારીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ફર્મ 2022થી આ હેશટેગ #GARI4NARIને આગળ વધાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય જરૂરયાતવાળા લોકોને મદદ કરવાનો તેમજ ભારતમાં મહિલાઓને સશકત કરવાનો છે.

ચિંગારીના સીઈઓ સુમિત ધોષે જણાવ્યું કે અમે અમારી કંપનીમાં કામ કરનારી તમામ મહિલાઓને સશકત બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. આ પ્રથમ પગલું અમે ભર્યું છે. વધારામાં તેઓએ જણાવ્યું કે અમે આશા કરીએ છે કે અમારો આ નિર્ણય મહિલાના સ્વાસ્થ્ય માટે તેમજ તેઓના કલ્યાણ માટે લેવામાં આવ્યો છે જે તેઓને મદદરુપ થશે. અમે ભારતની તમામ મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માગીએ છીએ. જે તેઓને એક એવો મંચ આપશે જે તેઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે મદદ કરશે.

જણાવી દઈએ કે ચિંગારી એપ નવેમ્બર 2018માં ગુગલ પ્લે સ્ટોર પર ઓફિશિયલ રિલિઝ કરવામાં આવી હતી. ચિનગારી એપ યુઝર્સને 11માંથી કોઈપણ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપે છે જ્યારે તેઓ પ્રથમ વખત આ એપ યુઝ કરે છે. ચિનગારી એપના ફીચર્સ વિશે વાત કરીએ તો આમાં તમે ટૂંકા વીડિયો બનાવી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આ એપ પર તમને ટ્રેન્ડિંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ, ફની વીડિયો, લવ સ્ટેટસ જેવા વીડિયો મળશે. આમાં વોટ્સએપ પર શેર કરવા માટે એક અલગ બટન આપવામાં આવ્યું છે. એપમાં યુઝરને ફોલો કરવાનો મોકો પણ મળશે. ચિનગારી મોબાઈલ એપ ઉડિયા, ગુજરાતી અને મરાઠી જેવી બહુવિધ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.

Most Popular

To Top