નવી દિલ્હી: ભારતને (India) એક પછી એક ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે. મોદી નામનો નાદ સમગ્ર ભારતમાં ગૂંજી રહ્યો છે. ત્યાં હવે ભારતના પીએમ મોદીને વિશ્વના લોકો તરફથી પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે. શુક્રવારના રોજ એવા સમાચાર મળી આવ્યાં છે જેને સાંભળીને સમગ્ર ભારતવાસીઓનાં ખુશીની પાર ન રહે. પીએમ મોદીએ સમગ્ર વિશ્વના ચહેતા બન્યા છે. લોકપ્રિય ગ્લોબલ લીડર્સની યાદીમાં તેઓએ 78 ટકા વોટ પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. તેઓએ બીજા તમામ દેશોના નેતાઓને પછાડી છોડીને પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. જાણકારી મુજબ વિશ્વભરના નેતા જો બાઈડેન, ઋષિ સૂનક તેમજ બીજા 22 દેશોના નેતાઓને પછાડી છોડીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીવાર લોકપ્રિયતા હાંસિલ કરી છે. જેના કારણે સમગ્ર ભારતવાસીઓની ખુશીનો પાર રહ્યો નથી.
ગ્લોબલ લીડર્સની યાદીમાં પીએમ મોદી 78%ના લોકપ્રિયતા રેટિંગ સાથે ટોચ પર છે. બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે જેમને 68% રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 58%ના રેટિંગ સાથે લોકપ્રિયતાની યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા 52 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાની યાદીમાં ચોથા સ્થાને છે. તે જ સમયે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને 50 ટકા રેટિંગ મળ્યું છે અને તે યાદીમાં પાંચમા સ્થાને છે.
યુએસ પ્રમુખ જો બિડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આ યાદીમાં 40% રેટિંગ સાથે છઠ્ઠા અને સાતમા સ્થાને છે. આ યાદીમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને 30% રેટિંગ મળ્યું છે અને તેઓ 16મા સ્થાને છે. 17મા સ્થાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો છે, જેમને 29 ટકા રેટિંગ મળ્યું છે.
મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા યાદીમાં સામેલ 22 દેશોના ટોચના નેતાઓ છે- ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની, ભારત, આયર્લેન્ડ, ઇટાલી, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ કોરિયા. , સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ.
જાણો કેવી રીતે કરવામાં આવે છે આ સર્વે
જાણકારી મુજબ લોકપ્રિય નેતાઓનો આ ડેટા દેશના પુખ્ત વયના લોકો પાસેથી સાત દિવસ સુધી કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20,000 વૈશ્વિક ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે, વૈશ્વિક નેતા વિશે બનાવેલ ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ 45,000 હજાર છે. બીજી તરફ અન્ય દેશોના સેમ્પલ સાઈઝ 500 થી 5000 ની વચ્ચે છે.