નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) નવા યુદ્ધ જહાજ PNS તૈમુરે શુક્રવારે શ્રીલંકાના (SriLanka) કોલંબો પોર્ટ પર પહોચ્યું હતું. શ્રીલંકામાં આ યુદ્ધ જહાજનું (Warship) આગમન એક મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે તાજેતરમાં બાંગ્લાદેશે તેને ચિત્તાગોંગ બંદર પર આવવાની મંજૂરી આપી ન હતી. બાદમાં શ્રીલંકાએ આ જહાજને કોલંબો પોર્ટ પર આવવાની મંજૂરી આપી હતી. જણાવી દઈએ કે ભારતીય વિનંતીઓ બાદ શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હમ્બનટોટા બંદર પર આવવાની પરવાનગી પાછી ખેંચી લીધા બાદ પાકિસ્તાની જહાજને આપવામાં આવેલી પરવાનગીએ ઘણા સવાલો ઉભા કર્યા છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે શ્રીલંકામાં પાકિસ્તાની યુદ્ધ જહાજનું શું કામ છે. અહેવાલો અનુસાર PNS તૈમૂર પશ્ચિમી સમુદ્રમાં શ્રીલંકન નૌકાદળ સાથે સંયુક્ત કવાયત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ PNS તૈમૂર 15 ઓગસ્ટ સુધી કોલંબો કોસ્ટ પર રહેવાની સંભાવના છે. તે બંને દેશોની નૌકાદળ વચ્ચે સહકાર અને સદ્ભાવના વધારવા માટે શ્રીલંકાની નૌકાદળ દ્વારા આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત, PNS તૈમૂર 15 ઓગસ્ટે તેના પ્રસ્થાન પહેલા પશ્ચિમી સમુદ્રમાં શ્રીલંકન નૌકાદળ સાથે નૌકા કવાયત કરે તેવી અપેક્ષા છે.
મળતી માહિતી મુજબ સવાલ એ ઊભો થાય છે કે શું તૈમૂરનું શ્રીલંકા આવવું કોઈ પણ રીતે ભારત માટે ખતરનાક છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાસૂસી જહાજ યુઆન વાંગ-5 11 અને 17 ઓગસ્ટની વચ્ચે ચીનથી હમ્બનટોટા બંદરે આવવાનું હતું. વઘારામાં જાણકારી મળી આવી છે કે તૈમૂરના શ્રીલંકામાં આવવાથી ભારતને કોઈ ખતરો નથી, પરંતુ તેની હિલચાલ પર નજર રાખવી જરૂરી છે.
PNS તૈમૂર ચીનમાં બનેલા ચાર પ્રકારના 054 A/P ફ્રિગેટમાંથી બીજું જંગી જાહજ છે. તેને 23 જૂન 2022ના રોજ પાકિસ્તાન આર્મીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ 134 મીટર લાંબુ છે. ચીન પાકિસ્તાન માટે યુઆન ક્લાસ-041 8 ડીઝલ એટેક સબમરીન પણ બનાવી રહ્યું છે. 2028 સુધીમાં આ સબમરીન ચીન પાકિસ્તાની નેવીને સોંપી દેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીન આના દ્વારા ભારતની આસપાસના દરિયાઈ વિસ્તાર પર પોતાનો કબજો જમાવવા માંગે છે.