National

ભારતે છોડેલી મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં પડી, ભારતે આપ્યું આ કારણ

ઈસ્લામાબાદ: ભારતની (India) એક મિસાઈલ (Missile) 9 માર્ચના રોજ સાંજે 6 વાગીને 43 મિનિટે સિરસાથી (Sirsa) છોડવામાં આવી હતી. જે પાકિસ્તાનના (Pakistan) વિસ્તારમાં 124 કિલોમીટર અંદર પડી હતી. જેને ભારતથી પાકિસ્તાન પહોંચવામાં માત્ર 3 મીનિટનો સમય લાગ્યો હતો. ડિફેન્સ મિનિસ્ટ્રીએ શુક્રવારે સાંજે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે આ ઘટના ‘એક્સીડેન્ટલ ફાયરિંગ’ ના કારણે થયું હતું. તેમજ રૂટિન મેઈન્ટેનન્સના સમય દરમ્યાન એકસીડેન્ટલ ફાયરિંગના કારણે થયું હતું.

ભારતીય રક્ષા મંત્રાલયે આ વાતનો સ્વીકાર કર્યો છે કે ઘટેલા આ ઘટનાના તમામ મુદ્દાને ગંભીરતાથી લઈ કોર્ટ ઓફ ઈન્કવાયરીના ઓર્ડર આપી દેવામાં આવ્યાં છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે અમે આ ધટના અંગે દુખ વ્યકત કરીએ છે. જો કે આ ધટનાથી કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. આ સાથે ભારતે આ વાતનો સ્વીકાર પણ કર્યો છે કે મિસાઈલ ભૂલથી છોડવામાં આવી હતી.

આ ઘટના અંગેનો ખુલાસો ગુરુવારના રોજ પાકિસ્તાનમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન થયો હતો. જેમાં પાકિસ્તાનના ડીજી મેજર જનરલ બાબર ઈફ્તિખારે જણાવ્યું હતું કે ભારત તરફથી જે મિસાઈલ પાકિસ્તાન ઉપર છોડવામાં આવી હતી તેને સુપર સોનિક ફ્લાઈંગ ઓબ્જેક્ટ કે મિસાઈલ કહી શકાશે. જેમાં કોઈ પણ પ્રકારના હથિયાર કે દારુગોળો નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જેના પરિણામે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટનાને પગલે ત્યાંના વિસ્તારના કેટલાક ઘર તેમજ કેટલીક પ્રોપર્ટીને નુકશાન થયું હતું.

Most Popular

To Top