નવી દિલ્હી: નસરુલ્લા (Nasrullah) સાથે નિકાહ (Nikah) કર્યાના પુરાવા સામે આવ્યાં પછી અંજુના પિતા તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેનાં પિતાએ જણાવ્યું કે અમારા તરફથી અંજુને (Anju) કોઈ પણ જાતનું દબાણ નથી તેમજ તેણે જે પણ પગલા ભર્યા છે તે તેણે પોતાની મરજીથી અને અમને પૂછયા વગર ભર્યા છે તેમણે કહ્યું તેના મગજમાં શું ચાલી રહ્યું છે કોઈને આ અંગેની જાણ નથી તેમજ તેના આગામી પગલા પણ શું હશે તે અંગેની કોઈ જાણ નથી.
તેનાં પિતાએ કહ્યું ન તો અંજુને પાકિસ્તાન મોકલવા માટે દબાણ હતું અને ન તો તેને તેને પરત લાવવા દબાણ છે. તેઓ અંજુ સાથે વાત પણ કરવા માંગતા નથી. સાથે જ તેઓ સરકારને પણ અંજુને પરત લાવવા માટે અપીલ નહીં કરે તેવું જણાવ્યું હતું.. તેમણે કહ્યું તેને ત્યાં જ મરવા દો.
ફેસબુક ફ્રેન્ડને પાકિસ્તાન મળવા ગઈ અંજુ
પાકિસ્તાનના 29 વર્ષનાં નસરુલ્લા સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી પાકિસ્તાન ગયેલી ભારતના રાજસ્થાનની 35 વર્ષની પરણિત મહિલા અંજુએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે. આ ઉપરાંત મંજુએ નામ બદલી ફાતીમા નામ રાખ્યું હોય અને નસરુલ્લા સાથે નિકાહ કરી લીધી હોય તેવી જાણકારી પાકિસ્તાની મીડિયા તરફથી મળી હતી. જો કે નસરુલ્લાએ અંજુ ઉર્ફે ફાતિમા સાથે લગ્ન કર્યા હોય આ વાતને નકારી કાઢી હતી.
આ ઉપરાંત તેઓના પ્રી વેડિંગ શૂટનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેનાં કારણે તેઓએ નિકાહ કર્યા છે કે નહિં તે અંગેની અટકળો પર પણ પૂર્ણવિરામ મૂકાયું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અંજુને પાકિસ્તાની પોલીસ તરફથી સુરક્ષા આપવામાં આવી રહી છે. અને તે નસરુલ્લાના સાથે ખૂબ ખુશ છે.
સીમા અને અંજુનો કેસ થોડો ઘણો મળતો આવે છે
ભારતમાં ચોરી છૂપી ઘૂસી આવેલી સીમાની જેમ અંજુના કેસમાં પણ ઘણાં સવાલો થયા છે. સીમા જેમ તેનાં ચાર બાળકોને લઈ ચોરીછૂપી ભારત આવી અને લગ્ન કરી લઈ હિંદુ ઘર્મ અપનાવ્યો ત્યારે હવે આવા જ અનેક સવાલો અંજુ માટે ઉભા થઈ રહ્યાં છે. જો કે આ બંને કેસમાં તફાવત માત્ર એટલો છે કે અંજુ વિઝાના માધ્યમથી લિગલી પાકિસ્તાન ગઈ છે. આ બંને કેસમાં મહિલાઓની વ્યથા પણ સરખી છે કે તેઓ માત્ર નામ ખાતર તેઓના લગ્નસંબંઘથી જોડાયેલ હતી જો કે હકીકતમાં બંનેનું તેઓના પતિ સાથે બનતું ન હતું. તેમ છતાં અંજુનાં કેસમાં બીજા અન્ય સવાલો ઉભા થયા છે.
આ સવાલો ઉભા થયા
- એક વર્ષની અંદર જ એકાએક અંજુને વીઝા મળી ગયા
- જાણી જોઈને અંજુ પાકિસ્તાન આવી રહી છે તેવી જાણકારી મીડિયાને આપવામાં આવી
- અંજુનો પ્રી વેડિંગનો વીડિયો પ્બલિશ કરવામાં આવ્યો
- મિત્ર હોય તેવું સ્વીકાર્યા પછી પણ ધર્મપરિવર્તન અને પછી નિકાહ કર્યા
- અંજુએ નિકાહ કર્યા તેના પુરાવા વાયરલ કરવા
- શું નસરુલ્લા અંજુ સાથે ભારત પરત આવશે
અંજુ નસરુલ્લાના ઘરે રોકાયેલી છે, આ વિસ્તાર આતંકવાદીઓનો
હાલ અંજુ પાકિસ્તાન તેના મિત્ર નસરુલ્લા સાથે તેના ઘરમાં રહે છે. ત્યારે જાણકારી સામે આવી છે કે તેનો મિત્ર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં રહે છે જે ખૂબ જ ડરામણો છે. આ વિસ્તારમાં પાકિસ્તાની સેના આવતા પણ ડરે છે આ ઉપરાંત અહીં આતંકવાદીઓ રહે છે. આ વિસ્તારમાં તાલીબાની લોકો રહે છે જે આતંક ફેલાવવાનું કામ કરે છે. આવા ડરામણા વિસ્તારમાં રહેવા છતાં અંજુએ કહ્યું કે હું અહીં ખૂબ ખુશ છું.
આ પાંચ બાબતોનાં કારણે અંજુ શંકાના દાયરામાં
- અંજુના ભાઈએ તેનો અને તેના પતિનો સંબંઘ ખરાબ હોય તે વાતને સ્વીકારવાની ના પાડી
- અંજુએ તેનાં પતિને જયપુર ફરવા જવાનું કહ્યું પણ પહોંચી ગઈ પાકિસ્તાન
- અંજુએ વીઝા માટે મે મહિનામાં એપ્લાય કર્યું હતું જેનાં કારણે તેને 4 મેથી 2 ઓગસ્ટ સુધીના વિઝા મળ્યા એટલે કે પાકિસ્તાન જવાનો તેનો પ્લાન પહેલાથી જ હતો
- અંજુએ તેના ઓફિસમાં તે ગોવા ફરવા જવાની છે તેમ કહી રજા લીધી હતી
- અંજુએ કહ્યું કે તે 3-4 દિવસમાં ભારત પરત ફરશે પણ તેનાં મિત્ર અને તેનાં પતિએ કહ્યું કે તે 20 ઓગસ્ટ સુધીમાં ભારત આવશે
10 તોલા સોનાની મહોર આપી અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા
અંજુએ લગ્નની એફિડેવિટમાં લખ્યું છે કે, “હું, ફાતિમા બેટી જી પ્રસાદ નિવાસ ફ્લેટ નંબર 704 ટાવર એચ, અલવર ભીવાડી ટેરા એલિગન્સ રાજસ્થાન ભારત. મારું જૂનું નામ અંજુ હતું અને હું ઈસાઈ ધર્મનું પાલન કરતી હતી. મેં મારી સ્વતંત્ર ઈચ્છાથી દીન ઈસ્લામને કોઈપણ દબાણ વગર સ્વીકાર્યું છે જેમાં કોઈની તરફથી કોઈ જબરદસ્તી નથી. હું મૌલા ખાન નિવાસી કલશુદીરના પુત્ર નસરુલ્લાહને પ્રેમ કરું છું અને તેમના માટે હું મારા દેશ ભારતથી પાકિસ્તાન અહીં આવી છું. મારી પોતાની મરજીથી મેં શરિયત મોહમ્મદ સાલ મુજબ નસરુલ્લાને 10 તોલા સોનાની મહોર (દહેજ) આપ્યું છે. અને બે સાક્ષીઓની હાજરીમાં લગ્ન કર્યા છે. હવે નસરુલ્લાહ મારા કાયદાકીય રીતે મારા પતિ છે. મેં મારા ઇરાદા મુજબ નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે, આ મારું નિવેદન છે જે સાચું છે અને તેમાં કશું છુપાયેલું નથી.