World

અમેરિકા ઈચ્છે કે ભારત પશ્ચિમી દેશોના સૈન્ય શક્તિ જોડાણના આ સંગઠનનો ભાગ બને

નવી દિલ્હી : ભારતને (India) નાટો પ્લસમાં જોડાવા માટે અમંત્રણ મળ્યું છે. નોર્થ એટલાન્ટીક ટેરેટરી ઓર્ગેનાઈઝેશન એટલે કે NATOએ 31 દેશનું લશ્કરી જોડાણ છે. જેમાં મુખ્યત્વે અમેરિકા (America) અને કેટલાક યુરોપિયન દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નાટો પ્લસમાં અમેરિકા અને તેના સાથી ગણાતા વધુ પાંચ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકા ઈચ્છે કે ભારત પશ્ચિમી દેશોના સૈન્ય શક્તિ જોડાણ નાટો પ્લસનો (NATO Plus) ભાગ બને.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસીય અમેરિકાની મુલાકાતે ગયા હતા. જ્યાં નરેદ્ર મોદી અને અમરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને વચ્ચેની મિત્રતા જોવા મળી હતી. જોકે નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા પહેલા પણ આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ભારતે હજી સુધી આ પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યો નથી. ખરેખરમાં વાત એમ છે કે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો ચીનની વધતી આક્રમકતાને જોતા ભારતને નાટો પ્લસમાં સમાવેશ કરવા માંગે છે. હાલમાં બહાર પાડેલા અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે ભારતને સામેલ કરવા માટે નાટો પ્લસ વ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ. નાટો પ્લસમાં ભારતના સમાવેશ પર ચીનનો મુકાબલો કરવા અને તાઈવાન માટે પ્રતિરક્ષા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નાટો પ્લસમાં અમેરિકાની સાથે અન્ય વધુ પાંચ સાથી દેશોનો સમાવેશ થાય છે
નાટો પ્લસમાં અમેરિકા અને તેના વધુ પાંચ સાથી દેશો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. જો કે આ દેશો નોર્થ એટલાન્ટીક ટેરેટરી ઓરગનાઈઝેશન એટલે કે નાટોના અધિકારીક રીતે સભ્ય નથી. પરંતુ જરૂરત પડે તે સમયે હથીયારી, ગુપ્ત માહિતી અને અન્ય માધ્યમોથી મદદ કરવા હંમેશા તૈયાર હોય છે. હવે અમેરિકા ભારતને આ મોટા જૂથનો ભાગ બનવા માટે આમંત્રણ આપી રહ્યું છે જે ચીન અને રશિયા જેવા તેના કટ્ટર પ્રતિસ્પર્ધીઓ સામે એકસાથે ઊભું છે. નાટો પ્લસમાં ભારતના સમાવેશ પર ચીનનો મુકાબલો કરવા અને તાઈવાન માટે પ્રતિરક્ષા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારત જો નાટોમાં જોડાઈ જાય તો અમેરિકાને એશિયામાં ચીનની દાદાગીરી પર લગામ કસવા માટે એક મજબૂત સાથીદાર મળી જશે.

Most Popular

To Top