India

ખામેનાઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા

ઇરાન- ઇરાક વચ્ચે થયેલા યુદ્ઘનો આજે છઠ્ઠો દિવસ છે. અને હજીપણ આ યુદ્ઘ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું. પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ખામેનાઈનું મોત થયું હતું. ખામેનાઈના મૃત્યુ બાદ રાજદ્વારીઓ, અધિકારીઓ અને જનતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આ અઠવાડિયાની શરૂઆતમાં દૂતાવાસ દ્વારા શોક પુસ્તિકા ખોલવામાં આવી હતી. ભારત સરકાર તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગુરુવારે નવી દિલ્હીમાં આવેલા ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને શોકપુસ્તક પર હસ્તાક્ષર કર્યા અને ખામેનાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ખામેનીના નિધનના પાંચ દિવસ બાદ ભારતે પહેલીવાર ઔપચારિક રીતે શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસે જઈ શોક સંદેશ લખ્યો અને ભારતની તરફથી સંવેદના વ્યક્ત કરી હતી. ખામેનાઈના નિધન બાદ વિશ્વના અનેક દેશોમાંથી શોક સંદેશાઓ મોકલવામાં આવ્યા છે. ઈરાને પણ એક દિવસ બાદ સત્તાવાર રીતે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી, જેના પગલે સમગ્ર પ્રદેશમાં રાજકીય અને સૈન્ય તણાવ વધુ ઘેરો બન્યો છે.

Most Popular

To Top