National

કેરળમાં બાર કલાકમાં બે રાજનેતાઓની હત્યાથી ભારે તણાવભર્યુ વાતાવરણ

કેરળમાં (Kerala) 12 કલાકની અંદર 2 નેતાઓની હત્યા કરવામાં આવી છે. જેના કારણે કેરળના અલાપ્પપુઝા (Alappuzha) જિલ્લામાં તણાવભર્યુ વાતાવરણ સર્જાયુ છે. આ કારણોસર કેરળનાં અલાપ્પુઝામાં કલમ 144 (Section 144) લાગુ કરવામાં આવી છે તેમજ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને (Pinarayi Vijayane) આ હત્યા અંગે નિંદા વ્યકત કરી છે. આ ઉપરાંત અલપ્પુઝાના જિલ્લા અઘિકારી એલેકઝેંડર દ્વારા પરિસ્થિત સામાન્ય કરવા અંગેનો દાવો કરવામાં આવ્યો છે.

અલાપ્પપુઝામાં રવિવારનાં રોજ ભાજપના નેતા રંજીત શ્રીનિવાસન ની હત્યા તેઓના ઘરમાં ઘૂસીને કરવામાં આવી હતી. તેઓ ભાજપના ઓબીસી મોર્ચાના સચિવ હતાં. તેમજ તેઓ વર્ષ 2016માં ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડયા હતાં. આ અગાઉ શનિવારની રાત્રે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈંડિયાના નેતા કેએસ શાનની હત્યા કરવામાં આવી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એ જણાવ્યુ છે કે પોલીસ ઉપર હુમલો કરવાવાળાઓ સામે કડક પગલા લેવામાં આવશે સાથે જ જણાવ્યુ કે આ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ.

કેએસ શાન જ્યારે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક કારે તેમને ટક્કર મારી હતી. ટકકર લાગતા કેએસ શાન રસ્તા પર પડી ગયાં અને ત્યારબાદ તેઓની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હુમલો થયા બાદ કેટલાક લોકોએ તેમને સરકારી મેડિકલ કોલેજ લઈ ગયા ત્યાં થોડાક કલાક તેમની સારવાર થઈ અને ત્યારબાદ તેઓએ પોતાનો જીવ છોડયો હતો. તેમના શરીર ઉપર 40 કરતા વઘુ ઈજાના નિશાન હતાં. આ ધટના બાદ આજ રોજ એટલેકે રવિવારની સવારે રોજ બીજેપીના એક નેતાની હત્યા કરવામાં આવી છે. આ બંને ઘટનાઓએ રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. તેમજ સીએમએ પણ આ બાબત અંગેની નોંધ લીધી છે.

કેરળમાં આ ધટના બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ ભાજપના નેતા કેએસ શાન ઉપર હુમલો થતાં તેઓને અલાપ્પુઝાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં તેઓને કોચીની હોસ્પિટલમાં ખસાડવામાં આવ્યા હતાં જયાં તેઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતાં. કેએસ શાન પર અજાણી ગેંગના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હત્યાઓનો આરોપ પીપલ્સ ફ્રંટ ઓફ ઈંડિયા ઉપર લગાડવામાં આવી રહ્યો છે.

CPIMના નેતા સંદીપ કુમારની 2 ડિસેમ્બરે કેરળના પઠાનમિટ્ટા જિલ્લાના પેરીંગારામાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. 34 વર્ષીય સંદીપ કુમારને હુમલાખોરે 11 વાર માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પાર્ટીનો સ્થાનિક સેક્રેટરી હતો. આ ઘટના 2 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યે બની હતી. પાર્ટીના રાજ્ય સચિવે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી. આ અગાઉ પલક્કડ જિલ્લામાં 15 નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમના કાર્યકર એસ. સંજીતની 50 થી વધુ વખત ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના બે હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top