નવી દિલ્હી: સ્વીસ બેંકો(Swiss Bank)માં ભારતીય(Indian) વ્યક્તિઓ(People) અને કંપની(Company)ઓ દ્વારા મૂકવામાં આવેલા નાણા(Money), જેમાં ભારત સ્થિત શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફતે મૂકવામાં આવેલા નાણાનો પણ સમાવેશ થાય છે તે વર્ષ 2021માં 14 વર્ષના ઉંચા સ્તરે 3.83 અબજ સ્વીસ ફ્રાન્ક (રૂ.30,500 કરોડ કરતા વધુ) પર પહોંચ્યા હતા જેમાં જામીનગીરીઓ અને એવા જ અન્ય સાધનો વડે રોકાણ(Investment)ના પ્રમાણમાં મોટો વધારો થયો છે જ્યારે ગ્રાહક થાપણો પણ વધી છે એમ સ્વીત્ઝર્લેન્ડની મધ્યસ્થ બેંક તરફથી મળતા વાર્ષિક આંકડાઓ આજે દર્શાવતા હતા.
- સ્વીસ બેંકોમાં ભારતીયોની થાપણો 50 ટકાના વધારા સાથે રૂ.30,500 કરોડ થઇ, સતત બીજા વર્ષે ભંડોળો વધ્યા
- ભારતીયો નાણા હવે બોન્ડ્સ, જામીનગીરીઓ જેવા નાણાકીય સાધનો મારફતે વધારે મુકે છે, સ્વીસ બેંકોમાં મૂકાયેલા બધા નાણા કાળા નાણા જ છે એમ કહી શકાય નહીં
સ્વીસ બેંકોમાં ભારતીય ગ્રાહકોના કુલ ભંડોળો વર્ષ 2020ના અંતે ૨.પપપ અબજ સ્વીસ ફ્રાન્ક (રૂ. 20,700 કરોડ) હતા તે વધીને રૂ. રૂ.30,500 કરોડ કરતા વધુ થયા છે જેમાં સતત બીજા વર્ષે વધારો થયો છે. આ ઉપરાંત ભારતીય ગ્રાહકો દ્વારા મૂકવામાં આવેલી બચતો અથવા થાપણો સાત વર્ષના ઉંચા રૂ. 4800 કરોડના સ્તરે પહોંચી છે અને બે વર્ષનો ઘટવાનો પ્રવાહ પલટાયો છે. ભારતીય ગ્રાહકો પ્રત્યેની સ્વીસ બેંકોની કુલ જવાબદારીઓ 3831.91 મિલિયન સ્વીસ ફ્રાન્ક ગણાવવામાં આવી છે જેમાં 602.03 મિલિયન સ્વીસ ફ્રાન્કની થાપણો, 1225 મિલિયન સ્વીસ ફ્રાન્ક અન્ય બેંકો મારફતે 3 મિલિયન સ્વીસ ફ્રાન્ક ફિડ્યુસીઅરીઝ અથવા ટ્રસ્ટો મારફતે મૂકવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ નાણા 2002 મિલિયન સ્વીસ ફ્રાન્ક બોન્ડ્સ, સિક્યુરિટિઝ તથા અન્ય નાણાકીય સાધનો મારફતે મૂકવામાં આવ્યા છે જે અગાઉના વર્ષના 1665 મિલિયન સ્વીસ ફ્રાન્ક કરતા નોંધપાત્ર ઉંચા છે.
ભારતીયોની કુલ રકમ વર્ષ 2006માં સૌથી વધુ વિક્રમી ૬.પ અબજ સ્વીસ ફ્રાન્ક હતી, જેના પછી મોટે ભાગે આ રકમ ઘટતી ગઇ છે જેમાં થોડાક અપવાદરૂપ વર્ષો છે જે 2011, 2013, 2017, 2020, અને 2021 છે. આ સત્તાવાર આંકડાઓ જો કે જેની ઘણી ચર્ચા થાય છે તે કાળા નાણાનો સંકેત આપતા નથી. આ નાણામાં ભારતીયો, એનઆરઆઇઓ અન્યોએ સ્વીસ બેંકોમાં ત્રીજા દેશની સંસ્થાના નામે મૂકેલા નાણાનો સમાવેશ થતો નથી.
સ્વીસ બેંકોમાં સૌથી વધુ નાણા બ્રિટિશરોના છે: ભારતનો ક્રમ 44મો
સ્વીસ બેંકોમાં વિદેશીઓના નાણાઓમાં સૌથી વધુ નાણા યુકેના લોકોના 379 અબજ સ્વીસ ફ્રાન્ક છે. તેના પછી અમેરિકાનો 168 સ્વીસ ફ્રાન્ક સાથે આવે છે. ભારતનો ક્રમ 44મો આવે છે. તે જો કે પોલેન્ડ, સ્વીડન, બહેરીન, ન્યૂઝીલેન્ડ જેવા ધનવાન દેશો કરતા આગળ છે અને બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો કરતા પણ આગળ છે. ચીનનો ક્રમ 24મો છે.