નવી દિલ્હી: ભારત (India) તેની પ્રથમ ઢળતી ટ્રેનો 2025-26 સુધીમાં મેળવશે. ઢળતી ટ્રેનની (Inclined train) ટેકનોલોજીનો ઉપયોગ હાલ બની રહેલી 100 વંદે ભારત ટ્રેનોમાં કરવામાં આવી રહ્યો છે. ઢળતી ટ્રેનોની આ ટેકનોલોજી (Technology) ટ્રેન જ્યારે તીવ્ર વળાંક (Sharp Curve) લેતી હોય ત્યારે ઉપયોગી થાય છે. હાલમાં મોટો વળાંક આવે ત્યારે ટ્રેનની ઝડપ ધીમી પાડી દેવી પડે છે કારણ કે આવા સમયે ટ્રેનમાંની વસ્તુઓ ગબડી જાય, મુસાફરોને આંચકા લાગે, ઉભેલા મુસાફરો પડી જાય તેવુ બની શકે છે. પરંતુ ઢળતી ટ્રેનની ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય તો આવા વળાંક વખતે ટ્રેન ધીમી પાડવી નહીં પડે કારણ કે તીવ્ર વળાંક લેતી વખતે આવી ટ્રેન એકતરફ સહેજ ઢળી જાય છે. જે રીતે પૂરપાટ દોડતી મોટર સાઇકલ તીવ્ર વળાંક લેતી વખતે એક તરફ ઢળીને સમતોલન જાળવી રાખે છે તેવું જ આ ટ્રેનની બાબતમાં પણ બને છે.
આ ટ્રેનો રેગ્યુલર બ્રોડ બેન્ડ ટ્રેક્સ પર જ દોડશે
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2025 સુધીમાં 100 જેટલી વંદેભારત ટ્રેનો બનાવવામાં આવશે. આ ટ્રેનો રેગ્યુલર બ્રોડ બેન્ડ ટ્રેક્સ પર જ દોડશે. આવી ટ્રેનો હાલમાં વિશ્વના 11 દેશો – ઇટાલી, પોર્ટુગલ, સ્લોવેનિયા, ફિનલેન્ડ, રશિયા, ઝેક રિપબ્લિક, યુકે, સ્વીત્ઝર્લેન્ડ, ચીન, જર્મની અને રોમાનિયામાં દોડે છે.
ઢળતી ટ્રેનો શું છે, કેટલા દેશોમાં દોડે છે?
ઢળતી ટ્રેનોમાં એક મિકેનિઝમ હોય છે જે નિયમિત બ્રોડગેજ ટ્રેક પર વધુ ઝડપને સક્ષમ કરે છે. આ ટેક્નિક વડે ટ્રેનો વળાંક અથવા વળાંક પર એકસાથે સમન્વય રાખીને પાટા પર વળે છે. આ પ્રકારની ટ્રેનો હાલમાં ઈટાલી, પોર્ટુગલ, સ્લોવેનિયા, ફિનલેન્ડ, રશિયા, ચેક રિપબ્લિક, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, જર્મની અને રોમાનિયા સહિત 11 દેશોમાં દોડી રહી છે.