World

ભારત પાસે વિશાળ યુવા શક્તિ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા માટે અનુકૂળ વાતાવરણ છે: નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ

નવી દિલ્હી: દેશમાં દિલ્હી ખાતે યોજાએલી એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે 4થો દિવસ છે. આ સમિટમાં ભારતની કૃત્રિમ બુદ્ધિમતા (AI) ક્ષેત્રે વધતી અસર અને પ્રગતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ માન્યતા મળી છે. નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી ડિક સ્કૂફએ સમિટ દરમિયાન જણાવ્યું કે ભારતમાં AI ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને ટેકનોલોજી ક્ષેત્રે દેશનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. તેમણે કહ્યું કે ભારત પાસે વિશાળ યુવા શક્તિ, મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા માટે અનુકૂળ વાતાવરણ છે, જે AI વિકાસને ગતિ આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટેકનોલોજીનો વિકાસ માત્ર ઝડપથી નહીં, પરંતુ જવાબદારીપૂર્વક થવો જોઈએ. વૈશ્વિક સ્તરે AI માટે નીતિ, પારદર્શિતા અને નૈતિકતા ખૂબ જ જરૂરી છે. સમિટમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ટેક કંપનીઓના નેતાઓ અને નીતિનિર્માતાઓએ ભાગ લીધો હતો. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ રહ્યો કે AI કેવી રીતે આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે. સાથે જ, ડેટા સુરક્ષા અને માનવ અધિકારોનું રક્ષણ પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય ટેક સહકાર વધારવા પર પણ ચર્ચા થઈ. બંને દેશોએ નવીનતા, સંશોધન અને ડિજિટલ ટેકનોલોજીમાં સહયોગ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. AI Impact Summit 2026 એ ભારતને વૈશ્વિક AI નકશામાં વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે. સાથે તેઓ બોલ્યા કે નેધરલેન્ડ્સે ડિજિટલ અને AI વિશ્વમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આપણા રાષ્ટ્રો આ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. અમે સેમિકન્ડક્ટર, મેગા વોટર પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન, ટેલેન્ટ મોબિલિટી, આતંકવાદ વિરોધી અને વધુમાં જોડાણોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી છે. એ વાતમાં કોઈ બેમત નથી કે આગામી વર્ષોમાં ભારત AI ક્ષેત્રે વિશ્વમાં આગવું નેતૃત્વ કરી શકે છે.

Most Popular

To Top