રાજ્યમાં (Stat) છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) નવા 87 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ (Rajkot) મનપા અને વલસાડમાં (Valsad) વધુ એક- એક કોરોના દર્દીનું મૃત્યુ (Dead) નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad) મનપામાં 33, તે પછી સુરત (Surat) મનપામાં 12 અને વડોદરા (Baroda) મનપામાં 11 કેસ નોધાયા છે.
રાજ્યમાં આજે અમદાવાદ મનપામાં 33, વડોદરા મનપામાં 11, સુરત મનપામાં 12, રાજકોટ મનપમાં 6, ગાંધીનગર (Gandhinagar) મનપામાં 2, જામનગર મનપામાં 1, ખેડામાં 5, વલસાડમાં (Valsad) 5, નવસારીમાં (Navsari) 4, આણંદમાં 3, કચ્છમાં 2, ભરૂચ, મહેસાણા, રાજકોટ ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. જ્યારે વલસાડમાં અને રાજકોટ મનપામાં એક- એક દર્દીનું મૃત્યુ થતાં છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીનું મૃત્યુ થયું હતું. આમ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થયાનો આંક 10,104 થયો છે.
રાજ્યમાં હાલમાં એકટીવ કેસની (Active Case) સંખ્યા 589 છે. જેમાંથી 8 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 581 દર્દીઓ સ્ટેબલ છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 73 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,010 દર્દીઓ સાજા થયા છે. મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 2,16,650 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં આજે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 06 અને બીજો ડોઝ 512 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 6,271 અને બીજો ડોઝ 50,455 તેમજ 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 20,991 અને બીજો ડોઝ 1,38,415 મળી આજે કુલ 2,16,650 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,75,01,402 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 14 કેસ નોંધાયા છે, બીજી તરફ કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અમદાવાદમાં દિવસે દિવસે કોરોના પોતાનો વ્યાપ વધારી રહ્યો છે.અમદાવાદ વિમાની મથક ખાતે આજે આઠ પ્રવાસીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે વિમાની મથક ખાતે 286 જેટલા મુસાફરો આવ્યા હતા. જેમાંથી આઠ પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ આઠ પ્રવાસીઓને હાલમાં કવોરોન્ટાન કરવામાં આવ્યા છે, અને તેમના રિપોર્ટ વધુ તપાસ માટે જીનોમ સિક્વનસિંગ માટે મોકલાયા છે. બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના નવા કેસનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. જે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.