નવી દિલ્હી: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) સશસ્ત્ર દળોના કર્મચારીઓને રાહત આપતા એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી (Approved) આપી છે. તેમણે સંરક્ષણ સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ (Features) માટે આવાસના ધોરણમાં સુધારાને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય સશસ્ત્ર દળોના (Armed forces) કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. સંરક્ષણ મંત્રાલયે પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સ્કેલ ઓફ એકોમોડેશન-2022ના અમલીકરણથી સશસ્ત્ર દળોના જવાનો માટે રહેવાની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે.
સુસજ્જ ઘરોમાં શું હશે?
ભારતમાં લશ્કરી અધિકારીઓ અને જવાનોને નવીનતમ રાષ્ટ્રીય ધોરણો સાથે બાંધેલા વધુ સારા અને મોટા ફર્નિશ્ડ ઘરો મળશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની મંજૂરીથી સેનાના અધિકારીઓ અને જવાનોને નવા સ્કેલ સાથે બહુ-સ્તરીય પાર્કિંગ સુવિધાઓ, બહુહેતુક ઇન્ડોર કોર્ટ, ઘરોમાં 10 ટકા વધુ પ્લિન્થ મળશે. આ સિવાય ઘરોમાં વધુ પાવર પોઈન્ટ આપવામાં આવશે જે વર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરશે. સરકાર દ્વારા મંજૂર કરાયેલા આવાસના નવા ધોરણો અમલમાં આવવાથી લશ્કરી કર્મચારીઓના જીવનની ગુણવત્તામાં ચોક્કસપણે સુધારો થશે.
લશ્કરી કર્મચારીઓના જીવનની ગુણવત્તામાં ઘણો સુધારો થશે
આવાસના આ નવા ધોરણોને 13 વર્ષ પછી મંજૂરી આપવામાં આવી છે. કારણ કે છેલ્લો રીવ્યુ 2009 માં કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તમામ કામદારો અને તેમના પરિવારોની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે. તેથી જ સરકારે આ નવા ધોરણના આવાસ બહાર પડ્યા છે. જેના કારણે લશ્કરી કર્મચારીઓના જીવનની ગુણવત્તામાં ઘણો સુધારો થશે. લશ્કરી કર્મચારીઓના બહુ-સ્તરીય પાર્કિંગ સુવિધાઓ, બહુહેતુક ઇન્ડોર કોર્ટ, ઘરોમાં 10 ટકા વધુ પ્લિન્થ સિવાય આવાસના વિસ્તારોમાં વધારાના બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ સાથે નવા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ પ્રાપ્ત થશે.
MES મોડ્યુલર કિચન સાથે ઘરો પણ બનાવશે
મિલિટરી એન્જિનિયર સર્વિસિસ (MES) એ ભારતીય સેનાના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના સ્તંભોમાંનું એક છે જે સશસ્ત્ર દળો અને સંરક્ષણ મંત્રાલય (MoD) ની સંલગ્ન સંસ્થાઓને પાછળની લાઇન એન્જિનિયરિંગ સપોર્ટ પ્રદાન કરે છે. આ આવાસમાં MES મોડ્યુલર કિચન સાથે ઘરો પણ બનાવશે. તમામ ઘરોમાં સામાન રાખવાની જગ્યા પણ વિસ્તૃત કરવામાં આવશે. દિવાલો, છત અને ફ્લોરનું ફિનિશિંગ પણ વધુ સૌંદર્યલક્ષી રીતે કરવામાં આવશે.
MES સરહદી વિસ્તારો સહિત સમગ્ર દેશમાં લશ્કરી મથકો/છાવણીઓ જેમ કે રહેણાંક અને ઓફિસ બિલ્ડીંગો, હોસ્પિટલો, રસ્તાઓ, રનવે અને દરિયાઈ માળખાં માટે વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓ કરે છે. પરંપરાગત ઇમારતો ઉપરાંત, MES જટિલ પ્રયોગશાળાઓ, કારખાનાઓ, વર્કશોપ, હેંગર, દારૂગોળો સંગ્રહ સુવિધાઓ, ડોકયાર્ડ, જેટી/ઘાટ અને અન્ય સંકુલ/વિશિષ્ટ માળખાના નિર્માણમાં પણ સામેલ છે.