નવી દિલ્હી: ભારત (India) આમ તો વિકાસશીલ દેશમાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મોટામોટા ઈતિહાસો રચાઈ રહ્યાં છે. દેશને મોટી મોટી ઉપલબ્ઘિઓ હાંસીલ થઈ રહી છે. મળતી માહિતી મુજબ હવે ભારતે ગેમિંગ (Gaming) ક્ષેત્રે હરણફાળ પ્રગતિ મેળવી છે. આ ખુલાલો એક રિપોર્ટમાં થયો છે. જેમાં ભારત 396.4 મિલિયન ગેમર્સ સાથે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ગેમર્સ બેઝ ધરાવે છે. જે તમામ ભારતીઓ માટે ગર્વની વાત છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ભારત આવકની દ્રષ્ટિએ જોતા પણ ખૂબ જ ઝડપથી વિકસતો દેશ છે. આ ઉપરાંત નિકો પાર્ટનર્સ દ્વારા આગાહી કરવામાં આવી છે કે એશિયામાં મોબાઈલ ગેમ માર્કેટ 2022માં $35.9 બિલિયન સુધી પહોંચશે, જે 2026માં $41.4 બિલિયન સુધી પહોંચી શકશે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે મોબાઈલ ઉપર ઓનલાઈન ગેમ રમનારાઓની આવક ખૂજ જ ઝડપી દરે વધી રહ્યા છે. નિકો પાર્ટનર્સ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે મોબાઇલ ગેમર્સની કુલ સંખ્યા 2022માં 788.7 મિલિયન હશે, જે 2026માં 1.06 અબજ સુધી પહોંચી જશે. જાણકારી મુજબ ભારત, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સ રમતની આવક અને ગેમર્સની સંખ્યા માટે સૌથી ઝડપથી વિકસતા બજારો છે. તેમજ જાપાન, કોરિયા અને એશિયા આ ક્ષેત્રમાં સૌથી વધુ પરિપક્વ બજારો છે, જે આવકના 77 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
જણાવી દઈએ કે તમામ ક્ષેત્રે પ્રગતિ કરતા ભારતે મોબાઈલ ગેમિંગમાં પણ મોટી ઉપલબ્ઘિ મેળવી છે. ગેમિંગ ક્ષેત્રમાં તેનું કદ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ 75 ટકા બ્રાન્ડ્સ એક વર્ષથી વધુ સમયથી મોબાઇલ ગેમ એપ્સ પર જાહેરાત કરી રહી છે, જેના કારણે રોગચાળા પછી ગેમિંગ જાહેરાત ખર્ચમાં બે ગણો વધારો થયો છે. InMobi ના ‘મોબાઈલ ગેમ એડવર્ટાઈઝિંગ 2022’ રિપોર્ટ અનુસાર, મોબાઈલ ગેમિંગ એડવર્ટાઈઝિંગમાં જાહેરાત ખર્ચમાં 2 ગણો વધારો જોવા મળ્યો કારણ કે મોબાઈલ ગેમિંગ પર જાહેરાત કરનારા 97 ટકા માર્કેટર્સે કહ્યું કે તેઓ પરિણામોથી સંતુષ્ટ છે. કારણ કે આ જાહેરાતોના કારણે તેઓને ગેમ રમનારાઓની સંખ્યામાં પણ વઘારો થયો છે.