દિલ્હીમાં (Delhi) આવેલ લાલ કિલ્લા (Red Fort) ઉપર પોતાનો વારસદાર માલિકી હક જતાવનાર મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરની 68 વર્ષીય પુત્ર વઘુ સુલતાના બેગમ (Sultana Begam) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની (British East India Company) દ્વારા જોર-જબરદસ્તીથી આ કિલ્લો તેઓના વશમાં કરવામાં આવ્યો હતો. અરજીકર્તા સુલતાના બેગમે કથિત ગેરકાયદેસર કબજા માટે સરકાર પાસેથી વળતરની માંગ કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું કે આ કેસ નોંઘાવા માટે જે વિલંબ થયો તેના આઘારે આ અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં ન આવે.
કોર્ટ દ્વારા આ અંગે જણાવામાં આવ્યું કે સુલ્તાનોના પૂર્વજો દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં ન આવ્યા તો કોર્ટ આમાં કંઈ પણ કરી શકે એમ નથી. આ અરજી કરવા પાછળ અરજદાર પાસે જે વિલંબ થયો છે તે માટે તેમની પાસે કોઈ પણ જાતનું સ્પષ્ટીકરણ હતું નહિં.
અરજીકર્તા સુલતાના બેગમે કથિત ગેરકાયદેસર કબજા માટે સરકાર પાસેથી વળતરની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળના હાવડામાં એક ઝૂંપડપટ્ટીમાં રહેનારી સુલતાના બેગમે જણાવ્યું કે, તે બહાદુર શાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાર બખ્તની પત્ની છે. મિર્ઝા મોહમ્મદ બેદાર બખ્તનું 22 મે 1980ના રોજ નિધન થઈ ગયું હતું. સાથે જ અરજીમાં જણાવાયું હતું કે બખ્તને 1960માં ભારત સરકાર દ્વારા બહાદુર શાહ-2 ના વારસદાર તરીકે માન્યતા આપવામાં આવી હતી અને તેમના મૃત્યુ પછી, તેણીને પેન્શન મળવાનું શરૂ થયું હતું.
કોર્ટે મહિલા અભણ અને ગરીબ હોવાની દલીલને ફગાવી દીધી હતી અને સાથે જ કહ્યું હતું કે તે બહાદુર શાહ ઝફર તેના પૂર્વજ હતા કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી નથી કરી રહી પરંતુ તે જાણવા માંગે છે કે હવે તે કોર્ટનો સંપર્ક કેવી રીતે કરી શકે છે. હાઈકોર્ટના ન્યાયાધીશ રેખા પલ્લીની એ કહ્યું કે મારૂ ઈતિહાસનું જ્ઞાન ખુબ નબળુ છે પરંતુ તમે દાવો કર્યો કે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વર્ષ 1857માં અન્યાય થયો હતો. પછી 170 વર્ષ બાદ કોર્ટનો સંર્પક કેમ કર્યો? આટલા વર્ષો સુધી તમે શું કરી રહ્યાં હતા?’ સુનાવણીના અંતે અને આદેશ આપ્યા પછી, જ્યારે કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માને પૂછ્યું કે શું તેઓ કંઈ કહેવા માગે છે, તો તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત સરકાર લાલ કિલ્લાથી વંચિત નથી.