ભારતમાં (India) કોરોનાની (Corona) ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સાથે તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Omicron) કેસો પણ વઘી રહ્યા છે. ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ લોકો સાજા થયા પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. યુનાયટેડ કિંગડમએ આપેલ રિપોર્ટ મુજબ કોરોના પછી ઓમિક્રોન વેરિઅન્ટમાં COVID-19નું દુર્લભ લક્ષણ ‘બ્રેઈન ફોગ’ જોવા મળી રહ્યું છે.
બ્રેન ફોગએ કોવિડ-19નું એક સામાન્ય લક્ષણ છે. મળતી માહિતી મુજબ બ્રેન ફોગ અંગેની માહિતી ઓક્ટોબર 2020માં સામે આવી હતી. આ માહિતી કોરોનાની પહેલી લહેર ચાલતી હતી તે સમયે બહાર આવી હતી. બ્રેન ફોગમાં તાવ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ જેવા કોરોનાના સામાન્ય લક્ષણ હતા તે જોવા મળી રહ્યા છે.
અલબામા વિશ્વવિદ્યાલય બર્મિગહામના ન્યૂરોલોજિસ્ટ ડૉ. શ્રુતિ અગ્નિહોત્રીના જણાવ્યુ કે બ્રેન ફોગમાં વધુ પડતું માથું દુખવું અને યાદશક્તિ નબળી પડવી જવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યુ કે કોરોનાના દર્દીઓમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યામાંથી રિકવર તો થઈ જાય છે, પરંતુ માથાનો દુખાવો અને યાદશક્તિ નબળી પડવી જેવી ફરિયાદો થઈ શકે છે, જેને બ્રેન ફોગ કહેવામાં આવે છે. અનેક દર્દીઓને કરેલી ફરિયાદ મુજબ તેઓને કોઈ પણ કામમાં ફોકસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ પણ બ્રેન ફોગનું જ એક કારણ છે. હવે આ જ લક્ષણ ઓમિક્રોન વેરિયન્ટમાં પણ જોવા મળી રહ્યાં છે.
લંડનના ડોકટર માઈકલ જૈન્દીએ આપેલી માહિતી મુજબ બ્રેન ફોગ કોઈ મેડિકલ ટર્મ નથી પરંતુ તેના સામાન્ય લક્ષણને જોતા આ નામ આપવામાં આવ્યું છે. જે દર્દી કોરોનાથી રિકવર થયા હતા તે લોકોમાં ઘણો સમય સુધી મગજની સમસ્યાઓ જોવા મળી હતી, જેમાં યાદશક્તિ નબળી પડવી, ફોકસ ન કરી શકવું અને માઈગ્રેન જેવી સમસ્યાઓનો સમાવેશ કરવામા આવતો હતો. આ સાથે તેઓએ જણાવ્યુ કે કોરોનાથી રિકવર થયેલા 20 ટકા લોકોમાં આ સમસ્યા જોવા મળી હતી. જો કે આંકડા કેટલા યોગ્ય હતા તે અંગે કહેવું ઘણું અધરું છે. જો કે આ મુદ્દે વધુ સ્ટડી કરવાની જરૂરિયાત છે.
યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના ન્યૂરોસાયન્ટિસ એથેના અકરામીના અભ્યાસ મુજબ, કોરોનાથી રિકવર થનારાઓ કે જેમના શરીરમાંથી વાયરસ જતો રહ્યો છે પરંતુ રિકવરીના લાંબા સમય બાદ પણ તેમનામાં 200થી વધુ લક્ષણો જોવા મળી શકે છે.
રિસર્ચમાં સામેલ થયેલા લોકોએ રિકવરીના 16 મહિના પછી પણ પોતાના શરીરમાં અનેક લક્ષણો જોયા હતા. આ લક્ષણોમાં અનિયમિત પીરીયડ્સ, સેક્સ્યુઅલ ડિસ્ફંકશન, ખંજવાળ, માનસિક થાક, ભ્રમ, હાર્ટનું ઝડપથી ધડકવું, શારીરિક થકાન જેવાં લોન્ગ કોવિડના સામાન્ય લક્ષણોનો સમાવેશ કરવામા આવતો હતો. આ લક્ષણોમાં બ્રેન ફોગનો પણ સમાવેશ કરવામા આવતો હતો.