મુંબઈ (Mumbai): કોરોના (Corona) બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) ભારતમાં (India) ઝડપી ગતિએ પગપેસારો કરી દીધો છે. મહારાષ્ટ્રના (Maharastra) સ્વાસ્થ્ય વિભાગએ જાણકારી આપ્યા અનુસાર રાજ્યમાં ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનના આ નવા કેસ 3 મુંબઇથી (Mumbai) અને 4 પિંપરી ચિંચવાડા (Pipri Chinchwada) નગર પાલિકાથી સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્ર સ્વાસ્થય વિભાગ દ્રારા મળતી માહિતી મુજબ રાજયમાં ઓમિક્રોનના કુલ 17 કેસ નોંધાય ચૂકયા છે. મુંબઇમાં આજરોજ કોરોનાના 192 નવા કેસ નોંધાયા છે. મુંબઈની ધારાવી ઝૂપડપટ્ટીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ મળી આવ્યો છે. આ નિવાસી તાજેતરમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. દેશની આર્થિક રાજધાનીમાં 11 બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે. 24 નવેમ્બર સુધી માત્ર બે જ દેશોમાં ઓમિક્રોનથી સંક્રમણના કેસ નોંધાયા હતા. પરંતુ હાલની સ્થિતીએ આ સંખ્યા 59 થઈ ગઈ છે. આ 59 દેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2936 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 78,054 સંભવિત કેસ પણ નોંધાયા છે, જેમની તપાસ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 32 કેસ નોંધાયા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, કર્ણાટકમાં 2 અને દિલ્હીમાં 1 કેસ છે.
આવતીકાલે શનિવારના રોજ બપોરે 2:30 કલાકે કોરોના અંગે સમીક્ષા બેઠક મળશે. આ બેઠકનુ નેતૃત્વ કેબિનેટ સચિવ કરશે. સચિવ (DBT), સભ્ય- આરોગ્ય, નીતિ આયોગ, સચિવ (સ્વાસ્થ્ય મંત્રાલય), સચિવ (ફાર્મા) આ બેઠક દરમેયાન હાજર રહેશે. આ દરમિયાન ઓમિક્રોનને અટકાવાના અંગે ચર્ચા થશે.
આ વેરિયન્ટ ઝડપથી ફેલાવવા પાછળ તેનું મુખ્ય કારણ અસામાન્ય રીતે મ્યૂટેટ થવું મનાય છે. જો કે તે ડેલ્ટા જેટલો ખતરનાક પણ નથી. ઓમિક્રોન ડેલ્ટા સહિત અન્ય વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવનાર વાયરસ માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનમાં 60 મ્યુટેશન છે જે અગાઉ એકપણ પ્રકારમાં જોવા મળ્યા નથી. જીનોમ સિક્વન્સિંગના ડેટા દર્શાવે છે કે લગભગ 30 મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં છે જેનો ઉપયોગ વાયરસ માનવ કોષોને જોડવા કરે છે.
દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોનું પણ કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના લક્ષણો સામાન્ય રોગ જેવી કે શરદી જેવા જ હોય છે. તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા પણ આ કેસોમાં જોવા મળતી નથી. ગુરુવારના રોજ બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત 249 કેસ નોંધાયા હતાં તેમજ ત્યાં એક જ દિવસમાં ઓમિક્રોનથી સંક્રમિત કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. બ્રિટનમાં કુલ 817 કેસ નોંધાયા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તેના ઘણા બધા મ્યુટેશનને કારણે ફરીથી ચેપ લાગવાની શકયતા પણ રહેલી છે.